Related Posts
અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીની આજે એટલે કે 26 ફેબ્રુઆરીના રોજ સાવારે ભવ્ય નગરયાત્રા નીકળી. મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ પહિંદ વિધિ કરી કરી નગરયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. આ નગરયાત્રામાં માતાજીનો રથ, નાસિક ઢોલ, અખાડાના કલાકારો, ભજન મંડળીઓ અને મોટી સંખ્યામાં વાહનોનો કાફલો જોડાયો.
ઉલ્લેખનીય છે કે, 26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે અને 6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યાં, ત્યારે આ પવિત્ર અવસરે શહેરમાં ટ્રાફિકજામ ન થાય અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.