Ambaji bhadarwi Fair and GSRTC News : પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે યોજાનારા સુપ્રસિદ્ધ ‘ભાદરવી પૂનમ મહામેળા’ને લઈને લાખો માઈભક્તોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વર્ષે રાજ્યભરમાંથી હજારો-લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને મા અંબાના દર્શનાર્થે પહોંચે છે. પગપાળા પહોંચેલા આ તમામ માઈભક્તો દર્શન બાદ કોઈપણ પ્રકારની અગવડ વિના સલામત રીતે પોતાના ઘરે પરત પહોંચી શકે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા રેગ્યુલર બસો ઉપરાંત મોટા પાયે વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે.
મુખ્ય શહેરોમાંથી સીધું સંચાલન
શ્રદ્ધાળુઓને અવરજવરમાં સરળતા રહે તે માટે આ તમામ વિશેષ બસોનું સંચાલન અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર સહિત રાજ્યના તમામ મુખ્ય બસ સ્ટેશનો પરથી કરવામાં આવશે. જેથી ગુજરાતના કોઈપણ ખૂણેથી આવતા યાત્રિકોને સીધી અને સરળ બસ સેવા મળી રહેશે.
શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષિત મુસાફરી માટે એસ.ટી. નિગમ દ્વારા તારીખ 20થી 26 સપ્ટેમ્બર દરમિયાન મેગા પ્લાનિંગ કરવામાં આવ્યું છે:
અંબાજી ખાતે હંગામી શેડ અને પેસેન્જર સુવિધાઓ
યાત્રાળુઓને અંબાજી ખાતે કોઈ તકલીફ ન પડે તે માટે નિગમ દ્વારા વિશેષ હંગામી (ટેમ્પરરી) વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે:
પગપાળા ચાલીને થાકેલા શ્રદ્ધાળુઓ દર્શન કર્યા બાદ સકુશળ અને આરામદાયક રીતે પોતાના ઘેર પરત ફરી શકે તે માટે GSRTC તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયું છે.