જ્યોતિષ મુજબ શનિની ગણતરી શક્તિશાળી ગ્રહોમાં થાય છે. શનિ એક માત્ર ગ્રહ છે જેને સાડાસાતી અને ઢૈય્યાના હક મળેલા છે. શનિ ધીમી ગતિથી ગોચર કરે છે. એક જ રાશિમાં ફરીથી આવવામાં 30 વર્ષનો સમય લાગે છે. શનિના ઉદય અને અસ્તની પણ ગાઢ અસર પડે છે. 13 માર્ચથી શનિદેવ અસ્ત થઈ રહ્યા છે. શનિનું અસ્ત થવું એ કેટલીક રાશિઓ માટે ખુબ રાહત લઈને આવી શકે છે. સાડાસાતી અને ઢૈય્યાની અસર ભોગવતા હશે તેમના માટે પણ શનિનું અસ્ત થવું એ લાભકારી રહેશે. જાણો કઈ રાશિઓને ફાયદો થઈ શકે છે.
શનિનું અસ્ત થવું એટલે શું?
જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે કોઈ પણ ગ્રહ સૂર્યની અત્યંત નજીક આવી જાય તો તેને જ્યોતિષ શાસ્ત્રમાં અસ્ત અવસ્થા ગણવામાં આવે છે. સનાતન ધર્મમાં શુક્ર અને બૃહસ્પતિનું અસ્ત થવું વિશેષ ગણાય છે. આ દરમિયાન લગ્ન પ્રસંગો કે અન્ય માંગલિક કાર્યો થતા નથી. ગ્રંથો મુજબ સૂર્યની તીવ્ર ચમકના કારણે ગ્રહોની ઉર્જા તે સમયે ઘટે છે અને આ દરમિયાન પોતાની પૂરેપૂરી શક્તિથી ફળ આપવામાં સમર્થ રહેતા નથી. જો કે વિજ્ઞાનમાં કોઈ પણ ગ્રહનું અસ્ત થવું એ ખગોળીય ઘટના છે. જે સમયાંતરે ઘટતી રહે છે. આમ શનિદેવની પણ અસ્ત અવસ્થા આવશે તો કોને ફાયદો થઈ શકે તે જાણો.
ધનુ રાશિ
ધનુ રાશિ પર શનિની ઢૈય્યાની અસર ચાલે છે. આથી આ રાશિવાળા માટે શનિની અસ્ત થવું એ સુખકારી રહેશે. અટકેલા કામો પાર પડવા લાગશે, સુખ સુવિધાઓમાં વધારો થઈ શકે છે. અચાનક સંપત્તિ ખરીદવાના યોગ બનશે. નવી નોકરીની ઓફર પણ મળી શકે છે. નવું કામ શરૂ કરી શકો. સમય સારો રહેશે.
મીન રાશિ
મીન રાશિના જાતકો પર શનિની સાડાસાતીનો બીજો તબક્કો ચાલે છે. આવામાં શનિનું અસ્ત થવું એ તમારા માટે શુભ રહી શકે છે. સકારાત્મક ઉર્જાનો સંચાર થાય. આત્મબળ વધશે. કરિયરના મોરચે ખુબ સફળતા મળી શકે છે. ભાગીદારીવાળા કામોમાં લાભ થઈ શકે છે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો ઉપર પણ શનિના અસ્થ થવાથી પોઝિટિવ અસર થઈ શકે છે. શનિની સાડાસાતીથી રાહત મળી શકે. આર્થિક સ્થિતિ પહેલા કરતા મજબૂત થાય. અટકેલા કામો પાર પડવા લાગે. આકસ્મિક ધનલાભના યોગ છે. અટવાયેલું ધન પાછું મળી શકે. જમીન સંપત્તિ, પ્રોપર્ટી વગેરે મામલે સફળતા મળે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, NATIONGUJARAT.COM તેની પુષ્ટિ કરતું નથી.)