વડોદરામાં ડિજિટલ અરેસ્ટ થયેલા એક ખેડૂતે આપઘાત કરી લીધો

By: nationgujarat
20 Nov, 2025

Vadodara News: ગુજરાતમાં આવેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. રાજ્યમાં પાક નુકસાન જવાને કારણે ખેડૂતોના આપઘાતની ઘટનાઓ પણ બની છે. પરંતુ આ વચ્ચે વડોદરામાં એક ચોંકાવનારી ઘટના બની છે. વડોદરામાં ડિજિટલ અરેસ્ટ થયેલા એક ખેડૂતો આપઘાત કર્યો છે. લગભગ રાજ્યમાં ડિજિટલ અરેસ્ટ થયા બાદ આપઘાત થવાની આ પ્રથમ ઘટના હોઈ શકે છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

ડિજિટલ અરેસ્ટ બાદ ખેડૂતે કર્યો આપઘાત
પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના વડોદરા જિલ્લાના પડધરી તાલુકામાં બની છે. જ્યાં 65 વર્ષીય ખેડૂત અતુલભાઈએ દવા પી આપઘાત કર્યો છે. આ ખેડૂત ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા હતા, ત્યારબાદ તેમણે આપઘાત કર્યો છે. આ બનાવની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે.

કાયાવરોહણ ગામના ખેડૂતે ઝેરી દવા પીતાં પરિવારજનો દ્વારા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ખેડૂતનું નિધન થયું હતું. આ પહેલાં ખેડૂતે પરિવારજનોને જણાવ્યું હતું કે દિલ્હી ATS ના લોકો મને ફસાવી રહ્યાં છે. મારા ખાતામાં 40 કરોડનું કૌભાંડ થયાનું કહી મને ફસાવી રહ્યાં છે અને ડિજિટલ અરેસ્ટ કર્યો હતો. જેથી હું જીવી શકું તેમ ન હોવાથી આ પગલું ભરુ છું.

આપઘાત કરનાર ખેડૂતના જણાવ્યા અનુસાર અતુલભાઈને અજાણ્યા નંબર પરથી સતત ફોન અને વીડિયો કોલ આવતા હતા. કોલ કરનારા પોતાને એટીએસ અને સાયબર ક્રાઈમ બ્રાન્ચના અધિકારી ગણાવતા હતા. કોલ કરનારાએ ખેડૂતને કહ્યું કે તમારા ખાતામાં 40 કરોડનું મી લોન્ડરિંગ થયું છે. તમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે, જો ઘરની બહાર નીકળશો તો તમારી ધરપકડ થશે.

આપઘાત કરનાર ખેડૂતને વીડિયો કોલમાં ધમકી આપી ઘરમાં જ બેસી રહેવાનું કહેવામાં આવ્યું હતું. આ રીતે ડિજિટલ અરેસ્ટ કરનારા ગઠિયાઓના માનસિક ત્રાસતી કંટાળી ખેડૂતે આપઘાત કર્યો છે. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Related Posts

Load more