ભારતનો ઓસ્ટ્રલિયા સામે 19 ઓક્ટોબરથી પ્રવાસની શરૂઆથ થશે. રોહીત અને કોહલી ઓસ્ટ્રલિયા પ્રવાસમાં ગીલની કેપ્ટનશીપ હેઠળ રમશે. ઓસ્ટ્રલિયા સામે ભારતને 3 વન ડે મેચ રમવાની જેમા કેપ્ટન સહિત યુવા ખિલાડીઓની અગ્ની પરિક્ષા થશે.
રોહીત શર્મા કેપ્ટન તરીકે એક મોટી વિરાસત મુકની જઇ રહ્યા છે. ગીલ શર્માની કેપ્ટનશીપની સહ વિશેષ કેટલુ કરી શકે છે તેના પર સૌની નજર રહેશે. રોહિત શર્માએ 56 વન ડે મેચમાં 42 મા જીત મળી છે અને 12મા હાર મળી છે. 1 મેચમા પરિણામ આવ્યુ નથી અને એક મેચ ટાઇ રહી. રોહિત શર્મા વન ડે ટીમનો એક સફળ કેપ્ટન રહ્યો છે. રોહિત શર્માની જીતની ટકાવારી 75 ટકા રહી છે. ગીલ સાથે ઓસ્ટ્રલિયા પ્રવાસમાં કોહલી પણ હશે. ગીલ કેવી રીતે ટીમને આગળ લઇ જશે તે જોવાનું રહેશે.
ગીલનો પહેલો વિદેશ પ્રવાસ ઇંગ્લેન્ડ સામે રહ્યો છે જેમા ઇંગ્લેન્ડ સામે રોહિત કોહલિ અને અશ્વિન વગર ટેસ્ટ સિરિઝ રમી હતી જેમા ટીમ ઇન્ડિયાએ ખૂૂબ જ સારુ પ્રદર્શન કર્યુ હતું અને 2-2મા સિરિઝ બરાબર કરી હતી. ગીલનું પોતાનુ પ્રદર્શન પણ ઇંગ્લેન્ડ પ્રવાસમાં ખૂબ જ સરસ હતું ગીલે 5 મેચમાં 754 રન કર્યા હતા. વેસ્ટ ઇન્ડિઝ સામે ભારત 2-0 સિરિઝ જીતી છે. ગિલે 2 મેચમાં 192 રન કર્યા છે. સુત્રનુ માનીએ તો કોહલી અને રોહીત શર્માની ઓસ્ટ્રલિયા સામેની છેલ્લી સિરિઝ હોય શકે છે આ સિરિઝ બંને દિગ્ગજ માટે વિદાય સિરિઝ પણ માની શકાય છે.
રમતની દ્રષ્ટીએ જોયે તો ઓસ્ટ્રલિયાની ઘરતી પર રમવુ ભારત માટે મુશ્કલે રહ્યુ છે ત્યા ફાસ્ટ અને બાઉન્સી પીચ હોય છે. ટીમ માટે આ પ્રવાસ સરળ નહી હોય. એક્સપર્ટનુ માનીએ તો ટીમ ઇન્ડિયાનો પ્રવાસ ખિલાડીઓના વ્યક્તિગત પ્રદર્શન તેમજ ભવિષ્યને પણ દર્શાવશે તેના માટે મહત્વની છે. ગીલે કેપ્ટન તરીકે નિવેદન આપ્યુ છે તે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રલિયા પ્રવાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. 2027 ના વિશ્વકપને લઇ ખિલાડીઓને કસોટી થશે. ટીમ ઇન્ડિયા 19,23 અને 25 ઓક્ટોબરે રમાશે વન ડે મેચ