કુમકુમ મંદિરમાં સંતોનો કેનેડા ખાતે સત્સંગ પ્રચાર અર્થે વિચરણનો પ્રારંભ.

By: Nation Gujarat Team
24 Aug, 2025

ઈ.સ. ૧૯૯૯થી કુમકુમ મંદિરના સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ કેનેડામાં સત્સંગ પ્રચારનો પ્રારંભ કર્યો હતો.

શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ – મણિનગર – અમદાવાદના સંતો દુબઈ અને લંડનમાં સત્સંગ પ્રચાર કર્યા બાદ કેનેડા પધાર્યા છે.

કેનેડામાં અનેક સ્થળોએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની મહાપૂજા, સર્વજીવહિતાવહ શિક્ષાપત્રી ગ્રંથનો પુષ્પોથી અભિષેક કરવામાં આવી રહ્યો છે.

આ પ્રસંગે શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી અને શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી સૌને કથાવાર્તાનો લાભ આપી રહ્યા છે. આ સત્સંગ પ્રચાર યાત્રામાં અનેક ભારતીય અને ગુજરાતીઓ લાભ લઇ રહ્યા છે.

કુમકુમ મંદિરના સદગુરૂ શાસ્ત્રીજી આનંદપ્રિયદાસજી સ્વામી એ ઈ.સ. ૧૯૯૯થી કેનેડા પધારીને અનેક યુવાનોને ભારતીય સંસ્કૃતિ જીવન જીવવાનો સંદેશો આપ્યો છે.


Related Posts

Load more