સલમાનના ઘર પર ફાયરિંગ કેસના આરોપીનો આપઘાત

By: nationgujarat
01 May, 2024

સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારાઓને હથિયાર સપ્લાય કરવાના આરોપી અનુજ થાપને પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી લીધી હતી. ચાદરથી ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. 32 વર્ષીય અનુજ થપાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો છે.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે 15 એપ્રિલે પંજાબમાંથી અનુજ થાપન (32) અને સુભાષ ચંદર (37)ની અટકાયત કરી હતી. આ ઘટના માટે બંનેએ હથિયારો આપ્યા હતા. બંને આરોપીઓ પંજાબના અબોહરના રહેવાસી છે. આત્મહત્યાનો પ્રયાસ કરનાર અનુજ ગામમાં એક ટ્રકમાં હેલ્પર તરીકે કામ કરતો હતો.

બીજો આરોપી સુભાષ ખેડૂત હતો. બંને આરોપીઓ વિરુદ્ધ પંજાબ અને હરિયાણામાં ઘણા કેસ નોંધાયેલા છે. બંને ઘણા વર્ષોથી લોરેન્સ બિશ્નોઈ સાથે કામ કરી રહ્યા હતા.

અનુજ થાપન અને સુભાને 15 માર્ચે પનવેલમાં સાગર પાલ અને વિકી ગુપ્તા નામના છોકરાઓને બે પિસ્તોલ પહોંચાડી હતી. આ પિસ્તોલની મદદથી વિકી અને સાગરે સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ કર્યું હતું. વિકી અને સાગરની ગુજરાતના ભુજમાંથી જ્યારે અનુજ અને સુભાષની પંજાબમાં ધરપકડ કરવામાં આવી હતી. પંજાબ અને હરિયાણામાં અનુજ વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે અને તે શરૂઆતથી જ લૉરેન્સ ગેંગ સાથે સંકળાયેલો હતો.

લોરેન્સે માર્ચ 2023માં સલમાનને ધમકી આપી હતી
સલમાન ખાન હંમેશા લોરેન્સ બિશ્વોઈ ગેંગના નિશાના પર રહ્યો છે. માર્ચ 2023માં લોરેન્સ તરફથી ધમકી મળ્યા બાદ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ત્યારથી મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમને Y+ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી રહી છે.

NIAએ કહ્યું હતું કે, ખાન 10 લોકોની યાદીમાં ટોચ પર છે જેમને જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સે મારી નાખવાની ધમકી આપી હતી. લૉરેન્સે એક ટીવી ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જ્યારે તે ચાર-પાંચ વર્ષનો હતો ત્યારે સલમાન ખાને શિકાર કરતી વખતે બિશ્નોઈ સમુદાય દ્વારા પૂજનીય કાળા હરણને મારી નાખ્યું હતું અને ત્યારથી તેને સલમાન પ્રત્યે ગુસ્સો છે.

સલમાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 11 સૈનિકો સતત તેમની સાથે રહે છે, જેમાં એક-બે કમાન્ડો અને 2 પીએસઓ પણ સામેલ છે. સલમાનની ગાડીને એસ્કોર્ટ કરવા માટે આગળ અને પાછળ હંમેશા બે વાહનો હોય છે. આ સાથે સલમાનની કાર પણ સંપૂર્ણપણે બુલેટ પ્રૂફ છે.


Related Posts

Load more