Health Insurance Policy લેતા પહેલા કઇ-કઇ બાબતોનુ ધ્યાન રાખવુ અને કેમ જરૂરી છે જાણો

By: nationgujarat
12 Nov, 2024

આજ ના સમયમા મેડિકલ ખર્ચો ખૂબ જ વઘી ગયો છે. આજકલ બિમારી પણ એવો ભરડો લઇ રહી છે કે કયો રોગ ક્યારે એકદમ વધી જાય તેનો કોઇ અંદાજ લઇ શકાતો નથી. મધ્ય વર્ગ અને ગરીબ પરિવારના ઘરે જ્યારે કોઇ વ્યક્તિ બિમાર પડે ત્યારે દવાખાનાનો ખર્ચ ભેગો કરવામાં ઘરના સભ્ય આર્થિક કટોકટીમાં ઘકેલાઇ જતા હોય છે જેના કારણે પોતાના સ્વજનને બચાવવા તેવો ઉંચા દરે વ્યાજે રૂપિયા લઇ લેતા હોય છે અને અંતે તેનુ પરિણામ ખૂબ ખરાબ જોવા મળે છે. હા ભલે રાજય અને કેન્દ્ર સરકારે આયુષ્ય માન કાર્ડ યોજના ગરીબ અને મધ્ય વર્ગ માટે શરૂ કરી હોય પણ આનો લાભ હજી સુધી દરેક પરિવારને મળતો હોય તેમ લાગતુ નથી. હવે ફોરેન કંપનીની જેમ પણ ભારતમા હવે હેલ્થ ઇન્સોરન્યસ લેવો ફરજીયાત થઇ ગયો હોય અને જાણે કે ટ્રેન્ડ બની ગયો હોય તેમ લાગે છે. ભારતમા મેડિકલ કોસ્ટ વર્ષ ખૂબ જ વધતો જાય છે

આજની લાઇફસ્ટાઇલ પણ છે બીમારી માટે મોટુ કારણ

આજની લાઇફસ્ટાઇ પણ ઘણા એવા રોગ માટે મોટુ કારણ બની રહી છે. જેમા હર્દય રોગ, ડાયાબીટસ,બીપી,વાળ ખરી જવા,ચશ્માના નંબર આવી જવા,કમરનો દુખાવો થઇ જવો આવા ઘણા બઘા રોગથી પીડાતા દર્દીઓની સંખ્યા લાઇફ સ્ટાઇલને કારણે જોવા મળે છે. હર્દય રોગની બીમારી જે આશરે 60 થી 70 વર્ષની ઉમરની વ્યકિતીઓને જોવા મળતા તે હવે 15 થી 24 વર્ષના યુવાનો પણ ર્હદય રોગના શિકાર બની જાય છે.

આજના સમયમા જરૂરી છે Health Insurance

આજકાલના સમયમા કોઇ પણ બીમારી આવે અને જો હોસ્પિટલ જવાનુ થાય તો તેનુ બીલ આપણા ઘરનુ બજેટ બગાડીદે છે  જ્યારે વિદશના દેશોમા હોસ્પિટલના બિલને હેલ્થ ઇન્સોરયન્સ કંપની કવર કરે છે તો કોઇ જગ્યાએ સરકાર ખર્ચો આપે છે. અચાનક માંદગીથી થતા મોટા ખર્ચાને પહોચી વળવા હવે  હેલ્થ ની જરૂરયાત પડે છે.

Health Insurance  કઇ કંપનીનો છે બેસ્ટ

આજકાલ ઘણી કંપનીઓ હેલ્થ… ઓફર કરે છે. 30 કંપનીમા 6 સ્ટેન્ડ અલોન હેલ્થ ઇન્સોરન્સ કંપની છે અને બાકીની 24 જનરલ હેલ્થ કંપનીઓ છે જે હેલ્થ સાથે અન્ય ઇન્સોરન્સ પણ ઓફર કરે છે. આજકાલ લોકોને કોઇ પણ વસ્તુમા વઘારે ઓપ્શન જોઇએ છે જેના કારણે પોતે નિર્ણય લેવામાં કન્ફ્યુસ થઇ જાય છે આ આર્ટીકલ તમારા માટે છે જેનાથી તમે સરળતાથી હેલ્થ…. નક્કી કરી શકો.

સૌથી પહેલા  claim settlement ratio

એટલે કે કંપનીએ 100 માથી કેટલા ક્લેઇમ પાસ કર્યા છે. આના પરથી નક્કી કરી શકાય કે જો આપણે બિમાર પડીએ તો કંપની આપણા ખર્ચના રૂપિયા આપે અને જો આ ટકાવારી ઓછી હોય તો  આપણને નુકશાન થાય બીજુ જે કંપની પાસે હોસ્પિટલનુ નેટવર્ક વઘારે હોય તેટલો તમને વધુ ઉપયોગી રહેશે. તમે જે વિસ્તારમા રહો છે તે વિસ્તારમાજ તમારી કંપનીનુ ટાઇપ હોય.

હવે claim settlement ratio મા india insurance – 99%,HDFC 98%, Digit & sbi 97 % ,aditya birla 95%

Ditto  કંપની પરથી ઇન્યોરન્સ ની માહિતી લેવી તમને સરળ પડશે કારણ કે તેની વેબસાઇટ પરથી તમને કોઇ સ્પમા કોલ કંપની તરફથી નહી આવે

ત્રીજી પ્રોડકટ પોર્ટફોલીયો પર ઘ્યાન આપવુ જેમા ઘણા એવા દર્દીઓ છે કે જેમને પ્રી ડિસીસ હોય . અને કયા ડિસીસ સામે કઇ પોલીસી લેવી તે પણ જાણવુ જરૂરી છે.

ચોથુ કંપનીનો ટ્રેક રેકોર્ડ જાણવો જરૂરી છે કે માર્કેટમા કંપની વિશે ફિડબેક કેવુ છે.

મહત્વનુ અને અંતિમ પાસુ કે કંપનીની સર્વીસ કેવી છે. ઇન્સોરયન્સ લીઘા પછી તેમને સુવિઘા કેવી આપશે તેની ચોક્કસાઇ પણ કરવી જરૂરી છે.

પોલીસી લેતા પહેલા રૂમ રેન્ટ કેટલુ મળશે તે જોવુ જોઇએ

વેઇટીંગ પિરિયડ ઓછો હોવો જોઇએ.

પ્રી અને પોસ્ટ હોસ્પિટલ ખર્ચા ની વિગત

કેસલેસની સુવિધા પોલીસી આપે છે કે કેમ

આયુર્વેદીક,યુનાની,હોમિયોપેથીક સારવાર પણ કંપની તમને આપે છે કે કેમ

નો ક્લેઇમ બોનસ અંગે માહિતી લેવી

રિસ્ટોરેશન અંગે કંપનીની માહિતી લેવી


Related Posts