Israel News :ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)એ ગુરૂવારે યુદ્ધ અને માનવતા વિરૂદ્ધ ગુનાઓને લઈને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને પૂર્વ રક્ષા મંત્રી યોન ગૈલેન્ટ માટે ધરપકડ વોરંટ જાહેર કર્યું.
ICCએ નેતન્યાહૂ અને ગૈલેન્ટ પર માનવતા વિરૂદ્ધ ગુનાઓના આરોપ લગાવ્યા, જેમાં હત્યા, ઉત્પીડન અને અમાનવીય કૃત્યોની વાત કહેવામાં આવી છે. આરોપ છે કે ઇઝરાયલે ગાઝામાં નાગરિકો માટે ભોજન, પાણી અને ચિકિત્સા સહાયતા જેવા જરૂરિયાતના સામાન પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેનાથી બાળકોના મોત થયા છે અને અનેક લોકોને સંકટનો સામનો કરવો પડ્યો છે.માહિતી અનુસાર, આરોપમાં કહેવામાં આવ્યું છે કે, કોર્ટને એ માનવા માટે યોગ્ય આધાર પણ મળ્યો છે કે નેતન્યાહૂએ જાણીજોઈને નાગરિકોને નિશાન બનાવ્યા અને જરૂરી સહાયતા રોકી દીધી. જેનાથી લોકોને ખુબ પીડા ભોગવવી પડી.
કોર્ટે કહ્યું કે, ‘અમે હુમલાનું આંકલન કર્યું કે આ માનવું યોગ્ય આધાર છે કે નેતન્યાહૂ અને ગૈલેન્ટ ગાઝાના નાગરિકો વિરૂદ્ધ જાણીજોઈને હુમલાને નિર્દેશિત કરવાના યુદ્ધ અપરાધ માટે જવાબદાર છે.’