Dakor News: દેવ દિવાળીના પર્વને લઈને આજે રાજ્યભરના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ હતું. ત્યારે દેવ દિવાળીના આ પાવન અવસર પર શામળાજીના ભક્તો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. દેવ દિવાળીના દિવસે જ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા નિર્ણય લેવાયો છે કે, હવે ભક્તો મંદિરના શિખર પર ધજા ચઢાવી શકશે. જેના માટે ટ્રસ્ટ દ્વારા ખાસ સુવિધાઓની પણ કરવામાં આવી છે.
એવી માન્યતા છે કે, દેવ દિવાળીના દિવસે ડાકોરના ભક્તરાજ બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈ દ્વારકાધિશ દેવભૂમિ દ્વારકા છોડીને ડાકોર પધાર્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી ડાકોરમાં દેવ દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભગવાનને દ્વારકાથી ડાકોર આવ્યાને આજે 869 વર્ષ પૂર્ણ થઈ 870માં વર્ષમાં પ્રવેશતા ટેમ્પલ કમિટીએ ભક્તોને ખાસ ભેટ આપવાનો નિર્ણ કર્યો હતો. જે હેઠળ તમામ ભક્તો હવે ડાકોરના શિખર પર ધજા ચઢાવી શકાશે
કમિટીનો મહત્ત્વનો નિર્ણય
ડાકોર ટેમ્પલ કમિટીના નિર્ણય મુજબ, દરેક ભક્તો યથાશક્તિ ભેટ ભગવાનના ચરણોમાં મૂકી નાના શિખર પર ધજા ચઢાવી શકશે. જોકે, મુખ્ય શિખર પર ધજા ચઢાવવા માટેનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે. જેમાં મોટા શિખર પર ધજા ચઢાવવા માટે 500 રૂપિયા ચાર્જ રાખવામાં આવ્યો છે.