મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025ની પહેલી મેચ માટે નવા કેપ્ટનનું નામ જાહેર કર્યું, જાણો કોને સોંપી કમાન

By: nationgujarat
19 Mar, 2025

IPL 2025, Mumbai Indians: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ને શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મુંબઈ ઈન્ડિયન્સે તેની પહેલી મેચની કમાન હવે સૂર્યકુમાર યાદવને સોંપવાનો નિર્ણય લીધો છે. હાર્દિક પંડ્યા પર એક મેચનો પ્રતિબંધ હોવાને કારણે સૂર્યકુમાર યાદવને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની પહેલી મેચમાં કેપ્ટન્સી સોંપવાનો નિર્ણય લેવાયો છે.

 

મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2025 સિઝનની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ સામે 23 માર્ચ, 2025ના રોજ રમશે. હાર્દિક પંડ્યા પર એક મેચનો પ્રતિબંધ હોવાથી તે આ મેચ રમી શકશે નહીં. બાદમાં બીજી મેચથી હાર્દિક પંડ્યા ફરી પાછો મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરશે. ઉલ્લેખનીય છે કે IPL 2025ની પહેલી મેચ 22 એપ્રિલે કોલકાતામાં રમાશે. જોકે ફાઈનલ મેચ 25 મેના રોજ રમાશે. આઈપીએલની પહેલી મેચ કોલકાતા નાઇટ રાઈટર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે રમાવાની છે.

સૂર્યાકુમાર યાદવને એક મેચ માટે કેપ્ટનશીપ આપવામાં આવી હોવાની માહિતી હાર્દિક પંડ્યાએ જ આપી હતી. તેણે ટીમના હેડ કોચ મહેલા જયવર્ધન સાથે 19 માર્ચે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમાં પંડ્યાએ જણાવ્યું હતું કે, સૂર્યા હાલ ટીમ ઈન્ડિયાની ટી20 ટીમનો કેપ્ટન છે. એવામાં મારી ગેરહાજરીના કારણે તેને કેપ્ટન બનાવવાનો નિર્ણય યોગ્ય છે.

હાર્દિક પંડ્યા પર પ્રતિબંધનું કારણ

ગતવર્ષે મુંબઈ ઈન્ડિયન્સની ગ્રુપ સ્ટેજ એક્ઝિટ બાદ હાર્દિક પંડ્યા પર સ્લો ઓવર રેટના ઉલ્લંઘન બદલ પ્રતિબંધ મૂકાયો હતો. તેણે લખનઉ સુપર જાયન્ટ્સ સામે ટીમની છેલ્લી મેચમાં પણ ઓવર રેટ જાળવી રાખ્યો ન હતો. મુંબઈ ઈન્ડિયન્સની કુલ 14 મેચમાંથી ત્રણ વખત પંડ્યા ઓવર રેટ જાળવવામાં નિષ્ફળ રહેતાં તેના પર એક મેચ માટે પ્રતિબંધ મૂકાયો હતો. તેમજ રૂ. 30 લાખની મેચ ફી પેનલ્ટી પણ ફટકારી હતી. તદુપરાંત મુંબઈ ઈન્ડિયન્સ ટીમના ઈમ્પેક્ટ ખેલાડી સહિત તમામ ખેલાડીઓને મેચ ફીના 50 ટકા (રૂ. 12 લાખ)નો દંડ ફટકાર્યો હતો.


Related Posts

Load more