મહાયુદ્ધના ભણકારાં! અમેરિકા-ઈઝરાયલ અને 8 અરબ દેશોના સૈન્ય પ્રમુખો વચ્ચે સીક્રેટ મીટિંગ

By: Nation Gujarat Team
16 Sep, 2026

Middle East secret military meeting Germany: ઈરાન સાથે ચાલી રહેલા તણાવ અને હૂથી હુમલાઓના વધતા જોખમ વચ્ચે અમેરિકા, ઈઝરાયલ અને 8 અરબ દેશોના સૈન્ય પ્રમુખોની એક અત્યંત મહત્ત્વપૂર્ણ બેઠક જર્મનીમાં યોજાઈ છે. ગત અઠવાડિયે મળેલી આ ગુપ્ત બેઠકમાં મધ્ય પૂર્વમાં સુરક્ષા સહયોગ વધારવા અને વર્તમાન કટોકટી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

જર્મનીમાં ગુપ્ત બેઠક અને સહયોગ

એક મીડિયા રિપોર્ટ મુજબ, આ બેઠકનું આયોજન અમેરિકાના સેન્ટકૉમ કમાન્ડર એડમિરલ બ્રાડ કૂપરે કર્યું હતું. આ બેઠકમાં ઈઝરાયલ ઉપરાંત સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE), બહેરીન, કુવૈત, કતાર, જોર્ડન અને ઈજીપ્તના ટોચના સૈન્ય કમાન્ડરો સામેલ થયા હતા. ખાસ વાત એ છે કે આમાં કેટલાક એવા અરબ દેશો પણ સામેલ હતા, જેમના ઈઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો નથી. અમેરિકાએ આ બેઠકમાં સ્પષ્ટ કર્યું છે કે ઈરાની હુમલાઓ છતાં તે મધ્ય પૂર્વમાંથી પોતાની સેના હટાવવાની કોઈ યોજના ધરાવતું નથી.

ઈઝરાયલ અને અરબ દેશો વચ્ચે વધતો સૈન્ય તાલમેલ

વર્ષ 2020ના અબ્રાહમ કરાર બાદ ઈઝરાયલ અને અરબ દેશો વચ્ચે સૈન્ય સહયોગ સતત વધી રહ્યો છે. ઈરાન સાથેના સંઘર્ષ દરમિયાન ઈઝરાયલે UAEને આયર્ન ડૉમ સિસ્ટમ અને તેને સંચાલિત કરવા માટે પોતાના કર્મચારીઓ મોકલવાની સાથે રિયલ-ટાઇમ ઇન્ટેલિજન્સ અને સર્વેલન્સ (ISR) જેવી મદદ પણ પૂરી પાડી છે. હાલમાં, હૂથીઓ દ્વારા વધી રહેલા હુમલાઓના પગલે સેન્ટકૉમના માધ્યમથી ઈઝરાયલ અને સાઉદી અરેબિયા વચ્ચે પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ઈઝરાયલ કઈ રીતે સાઉદી સૈન્ય ઓપરેશન્સમાં મદદરૂપ બની શકે છે.


Related Posts

Load more