ભુજ નગરપાલિકાના નગરસેવકની ઓફિસ બહાર ફાયરિંગ, 9 જેટલા લોકોએ વાહનમાં તોડફોડ પણ કરી

By: nationgujarat
31 Aug, 2024

ભુજ નગરપાલિકાના નગરસેવક ધર્મેશગોરની ઓફિસ બહાર કેટલાક શખ્સોએ ફાયરિંગ અને વાહનમાં તોડફોડ કરી છે. મુન્દ્રા રોડ પર આવેલી ઓફિસ બહાર ફાયરિંગ અને વાડામાં કેટલાક શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ભુજ નગરપાલિકાના નગરસેવકની ઓફિસ બહાર હુમલો

ભુજ નગરપાલિકાના નગરસેવક ધર્મેશગોરની ઓફિસ બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. 9 જેટલા લોકો સામે ફાયરિગં અને વાહનમાં તોડફોડ કરીને કેટલાક શખ્સ ફરાર થઇ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

અંગત અદાવતમાં ફાયરિંગ અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે. આ સાથે જ નગરસેવક ધર્મેશગોરને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી. સમગ્ર મામલે ભુજ બી, ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Related Posts

Load more