Related Posts
બોલિવિયાના અલ આલ્ટો શહેરમાં શનિવારે સવારે (ભારતીય સમય અનુસાર) વાયુસેનાનું હર્ક્યુલસ વિમાન ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં 15 લોકોનાં મોત થયા, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. વિમાન દેશની સેન્ટ્રલ બેંકની નવી નોટો લઈને જઈ રહ્યું હતું.
રોયટર્સના અહેવાલ મુજબ, ખરાબ હવામાન વચ્ચે વિમાન લેન્ડિંગ પછી રનવે પરથી લપસીને નજીકના વ્યસ્ત રસ્તા પર પડ્યું. જે રસ્તા પર તે પડ્યું, ત્યાં ઉભેલી 10 થી 15 ગાડીઓ પણ તેની ઝપેટમાં આવી ગઈ અને તેને નુકસાન થયું
એરક્રાફ્ટનો કાટમાળ, તૂટેલી કારો અને મૃતદેહો રસ્તા પર વિખરાયેલા જોવા મળ્યા. રસ્તા પર બેંકની નોટો પણ વિખરાયેલી જોવા મળી, જેને લૂંટવા માટે લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા. દુર્ઘટના પછી એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું છે.