પંજાબે IPLનો સૌથી ઓછો સ્કોર ડિફેન્ડ કર્યો, કોલકાતાને 16 રને હરાવ્યું, ચહલે કરી કમાલ

By: nationgujarat
16 Apr, 2025

IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગની 31મી મેચમાં આજે પંજાબ કિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવ્યું છે. આ મેચમાં પંજાબની ટીમે 16 રનથી જીત મેળવી છે. ચંદીગઢના મુલ્લાંપુરમાં રમાયેલા મુકાબલામાં કોલકાતાની ટીમ 112 રનનો સ્કોર ચેઝ ન કરી શકી. આઈપીએલના ઈતિહાસમાં પંજાબની ટીમે સૌથી નાના ટોટલને બચાવ્યો છે. આ પહેલા 2009માં ચેન્નાઈ અને પંજાબ વચ્ચે રમાયેલી મેચમાં 116 રનનો ટોટલ ડિફેન્ડ કરાયો હતો.

પંજાબની ટીમે પહેલા બેટિંગ કરતા 15.3 ઓવરમાં 111 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં કોલકાતાની ટીમ 95 રન જ બનાવી શકી હતી. સામાન્ય રીતે મેદાન પર હાઈ-સ્કોરિંગ મેચ જોવા મળે છે, પરંતુ પંજાબની બોલિંગ યુનિટે નાનો ટાર્ગેટ હોવા છતા પણ કોલકાતાના બેટ્સમેનોને હંફાવી દીધા.


Related Posts

Load more