Kitchen Hacks: મીઠો લીમડો અને ફુદીનો જલ્દી સુકાય જાય છે? આ રીતે સ્ટોર કરો; મહિના સુધી ખરાબ નહીં થાય, ફ્રેશ રહેશે

By: nationgujarat
03 May, 2025

ઉનાળામાં આપણે ગમે તેટલી સારી અને તાજી શાકભાજી લઇ આવીએં પણ તે એક જ દિવસમાં મુરઝાઈ અથવા ખરાબ થઇ જતી હોય છે. ઘણી વાર તો ફ્રિજમાં રાખ્યા પછી પણ તે તાજી રહેતી નથી. ખાસ કરીને લીલા પાનવાળી શાકભાજી તો એવું લાગે છે. જાણે કેટલાય દિવસો સુધી એમજ ખરાબ હશે. આ સ્થિતિમાં, આપણે તેમને સારી રીતે સ્ટોર કરવી પડે છે જેથી ફળ-શાકભાજી બગડવાથી બચી શકે. લીલા પાનવાળી શાકભાજી હળવી ગરમીમાં આવતાં જ સૂકાઈ જાય છે. આથી, તેમની સુગંધ પણ ખોવાઈ જાય છે અને આપણે તેમને કોઈપણ વાનગીમાં ઉપયોગ કરી શકતા નથી. એકવાર આ વસ્તુઓની ફ્રેશનેશ જતી રહે તો તેનો તો સ્વાદ પણ બદલાઈ જાય છે. જો તમારે પણ આ પ્રોબ્લેમ છે તો, તમે આ રીતે તેને સ્ટોર કરી શકો છો.ઘણા લોકો ઉનાળામાં વારંવાર બહાર જવાના કારણે ઘણા દિવસોની શાકભાજી એકસાથે લઈને સ્ટોર કરી લે છે, પરંતુ ઉનાળામાં કેટલીક વસ્તુઓ સૂકાઈ જાય છે. જેમાં ફુદીના અને મીઠા લીમડાનો સમાવેશ થાય છે. જો તમારો પણ મીઠી લીમડો અને ફુદીનો ઝડપથી સુકાય જાય છે તો અમે તમને ફ્રીઝરમાં સ્ટોર કરવાની એક સરળ ટ્રીક બતાવીશું.આ ટ્રીકથી તમે આ બંને વસ્તુઓને સ્ટોર કરીને જ્યારે પણ ઇચ્છો ત્યારે ઉપયોગ કરી શકો છો. સાથે જ, તમને એકદમ ફ્રેશ અને બેસ્ટ ટેસ્ટ સાથે મળશે. આગળથી જ્યારે પણ તમે માર્કેટમાંથી ફુદીનો અથવા મીઠા લીમડાના પાન લાવો તો આ ટ્રીકને જરૂર અજમાવી જુઓ.ઉનાળામાં ફુદીના અને મીઠા લીમડાને સ્ટોર કરવાની ટ્રીક (Tips to store pudina and curry leaves in summer): આ માટે તમારે ફુદીના અને મીઠા લીમડાના પાનને કાઢીને સાફ કરી લેવી છે. હવે તમારે આ બંને પાંદડાઓને અલગ-અલગ કરીને સારી રીતે પાણીથી ધોઈ લો. ત્યારબાદ બરફ જમાવવાની 2 ટ્રે લો. આ ટ્રેમાં તમારે મીઠા લીમડાના પાન અને ફુદીનાની બે-ત્રણ પાંદડીઓને અલગ-અલગ નાખવાની છે. હવે તમે તેમાં પાણી ભરીને ફ્રીઝરમાં સ્ટોર કરી દો.આ રીતે કરો ઉપયોગ:- જ્યારે પણ તમારે શાકભાજી અથવા કોઈ ડ્રિંક બનાવવા માટે ફુદીના અને મીઠા લીમડાના પાનની જરૂર પડે, ત્યારે આઇસ ક્યુબ કાઢો અને શાકભાજીમાં સીધા નાખી દો. અથવા તો ઓગળી ગયા પછી નાખો. હવે તમે જોશો કે આઇસ ક્યુબમાંથી નીકળેલીફુદીના અને મીઠા લીમડાના પાન એકદમ તાજા નીકળશે. આ સાથે જ, તેમનો સ્વાદ પણ એકદમ તાજો લાગશે. આ ટેકનિકની મદદથી તમે જ્યારે ઇચ્છો ત્યારે તાજા ફુદીના અને મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરી શકો છો.


Related Posts

Load more