ચૂંટણી પરિણામના વલણો બદલાતા શેરબજારમાં તેજી, Nifty 100 પોઈન્ટથી વધુ તો સેન્સેક્સમાં 350થી વધુનો ઉછાળો

By: nationgujarat
08 Oct, 2024

હરિયાણા અને જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા ચૂંટણીના પરિણામો દરમિયાન વલણો બદલાતા શેર બજારમાં તેજી જોવા મળી રહ્યો છે. ચૂંટણી પરિણામોમાં વલણોમાં ભાજપ આગળ વધતુ જોવા મળતા શેરબજારમાં હરિયાળી જોવા મળી રહી છે.  ખબર લખાઇ રહી છે ત્યાં સુધીમાં નિફ્ટીમાં 100 પોઈન્ટથી વધુ અને સેન્સેક્સમાં 350થી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

હરિયાણા અને જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા ચૂંટણીના પરિણામો દરમિયાન ઉદ્ભવતા પ્રારંભિક વલણોમાં ભાજપની હાર અને કોંગ્રેસ અને તેના ગઠબંધનને બહુમતી મળતી જોવા મળી હતી. જો કે હવે ચિત્ર બદલાઇ ગયુ છે. જેના કારણે શેરબજારમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં 81 હજાર પોઈન્ટનું સ્તર જોવા મળી રહ્યું છે. નિફ્ટીમાં પણ થોડો વધારો જોવા મળી રહ્યો છે. ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટીસીએસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડાનો ટ્રેન્ડ છે. બીજી તરફ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અદાણી પોર્ટ એન્ડ SEZ, SBI, L&Tના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

શેરબજારમાં તેજી

હરિયાણા અને જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન, પ્રારંભિક વલણો દર્શાવે છે કે કોંગ્રેસ અને તેના ગઠબંધનને સ્પષ્ટ જનાદેશ મળી રહ્યો છે. જેના કારણે શેરબજારમાં પણ તેજી જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 119.97 પોઈન્ટના વધારા સાથે 81,174.02 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક નિફ્ટી 36.20 પોઈન્ટના વધારા સાથે 24,831.95 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. એક દિવસ પહેલા નિફ્ટીમાં 200થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.

આ શેરોમાં તેજી

બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં વધતા શેરોની વાત કરીએ તો અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં દોઢ ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 1.14 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. હિન્દુસ્તાન યુનિલિવર અને એક્સિસ બેંકના શેરમાં એક ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ BSE પર SBIના શેરમાં લગભગ દોઢ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. HDFC બેંક અને L&Tના શેરમાં પણ એક ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

કયા શેરમાં હજુ ઘટાડો?

નેશનલ સ્ટોક એક્સચેન્જમાં ટાટા સ્ટીલના શેરમાં 4.30 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, ટાટા મોટર્સના શેરમાં 3.25 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. JSW સ્ટીલના શેરમાં 2.53 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. હિન્દાલ્કોના શેરમાં 2.26 ટકાનો ઘટાડો થયો છે. ટાઇટનના શેરમાં લગભગ દોઢ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. BSE પર TCSના શેર 1 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. HCL ટેકના શેર દોઢ ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ઇન્ફોસિસના શેરમાં 1.30 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ITCના શેરમાં પણ થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે.


Related Posts

Load more