Gold Silver Prize increase: કોમોડિટી માર્કેટમાં આજે ચાંદીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર ચાંદીના ભાવમાં આજે અત્યાર સુધીનો સૌથી મોટો એક દિવસીય ઉછાળો જોવા મળ્યો છે. રોકાણકારો માટે આ એક આશ્ચર્યજનક દિવસ સાબિત થયો છે કારણ કે ચાંદીની કિંમતોમાં અચાનક 22,000નો વધારો જોવા મળ્યો છે.
ભાવમાં મોટો વધારો: ચાંદીના ભાવમાં એક જ દિવસમાં ₹22,000થી વધુનો તોતિંગ વધારો નોંધાયો
ટકાવારીમાં ઉછાળો: પાછલા બંધ ભાવની સરખામણીએ આજે ચાંદી 7.66% જેટલી ઉછળી
સોનામાં પણ તેજીનો માહોલ
માત્ર ચાંદી જ નહીં, સોનામાં પણ પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સોનું આજે ₹2,938 (2.06%) ના ઉછાળા સાથે ₹1,45,455 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યું છે. જોકે, સોનાની સરખામણીએ ચાંદીમાં આવેલી તેજીએ બજારના નિષ્ણાતોને પણ ચોંકાવી દીધા છે.
નિષ્ણાતોનું શું કહેવું છે?
બજારના વિશ્લેષકો મુજબ, વૈશ્વિક અનિશ્ચિતતા અથવા મોટા આર્થિક ફેરફારોને કારણે સુરક્ષિત રોકાણ તરીકે કિંમતી ધાતુઓની માંગમાં આકસ્મિક વધારો થયો હોય તેવું જણાય છે. ખાસ કરીને ચાંદીમાં આવેલો આ 7% થી વધુનો ઉછાળો ટૂંકા ગાળામાં રોકાણકારોને માલામાલ કરી દેનારો સાબિત થયો છે.
માત્ર 30 દિવસમાં 1 લાખની તેજી
ચાંદીની કિંમતોમાં આવેલી તેજી એટલી ઝડપી છે કે, રોકાણકારો પણ સ્તબ્ધ છે. બરાબર એક મહિના પહેલા એટલે કે 19 ડિસેમ્બર-2025ના રોજ ચાંદીનો ભાવ 2,03,500 રૂપિયા હતો. આમ, માત્ર 30 દિવસમાં જ ચાંદી 1,00,000 રૂપિયા મોંઘી થઈ છે. છેલ્લા ત્રણ મહિનામાં જે રોકાણકારોએ ચાંદીમાં નાણાં રોક્યા હતા, તેમને બમ્પર વળતર મળ્યું છે