પોલીસ દોડતી થઈ
બંને ડીજે વચ્ચે કોમ્પિટિશન શરૂ થતાં જ વાતાવરણ તંગ બન્યું હતું. માઈક પર એકબીજા વિરુદ્ધ અભદ્ર અને ઉશ્કેરણીજનક શબ્દો બોલવામાં આવતા સુલેહ-શાંતિ જોખમાઈ હતી. જાણ થતાં મહુધા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ડીજે સંચાલકોને કાયદાનું ભાન કરાવી અવાજ ઓછો કરવા સમજાવ્યા હતા, પરંતુ સત્તાના નશામાં ચૂર ડીજે સંચાલકોએ પોલીસ સામે દાદાગીરી કરી વોલ્યુમ વધુ બમણું કરી દીધું હતું અને હાજર ભીડને પોલીસ વિરુદ્ધ ઉશ્કેરી હતી. પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસે કમલેશ ઝાલા (DJ વાહનનો ચાલક), જશવંત ચૌહાણ (બીજા DJ વાહનનો ચાલક) અને વિશાલ ઝાલા (DJનો ઓપરેટર) ની ધરપકડ કરી છે.

મહુધા પોલીસે દાખલારૂપ કાર્યવાહી કરતા લાખો રૂપિયાની કિંમતની બંને હાઈ-પ્રોફાઈલ ડીજે સિસ્ટમ અને વાહનો જપ્ત કર્યા છે. પોલીસે ડીજેના માલિકો, ઓપરેટરો અને પથ્થરમારો કરનારા સહિત કુલ 21 શખ્સો સામે રાયોટિંગ અને સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. લગ્નમાં ‘વટ’ પાડવા ગયેલા તત્વોને હવે કાયદાનો પાઠ ભણવો પડ્યો છે.