Fire In Hong Kong : હોંગકોંગના તાઈ પો જિલ્લામાં સ્થિત એક બહુમાળી રહેણાંક સંકુલમાં બુધવાર એટલે કે 26 મી નવેમ્બર ના રોજ બપોરે ભીષણ આગ લાગતા કુલ 36 લોકોના મોત થયા છે, જ્યારે 28 લોકો દાઝી ગયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે અંદાજિત 300 લોકો ગુમ છે. મૃતકોમાં એક ફાયરફાઇટરનો પણ સમાવેશ થાય છે. આ ઘટના બાદ લગભગ 700 જેટલા રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે અને મૃત્યુઆંક હાજી વધવાની સંભાવના છે.
Hong Kong'daki büyük yangında ölü sayısı 36'ya yükseldi.
Çok sayıda kişinin yangında mahsur kaldığı bildiriliyor. https://t.co/b97huNSlhL pic.twitter.com/Y7wOyfwpbh
— Haber 2028 (@haber2028) November 26, 2025
મીડિયા અહેવાલો મુજબ, બપોરે 2.51 મિનિટે વાંગ ફુક કોર્ટ નામના રહેણાંક પરિસરમાં અચાનક આગ લાગી હતી અને જોત જોતા માં તો ઊંચી બિલ્ડિંગ્સ ને આગે ઝપેટમાં લઈ લીધી. ધુમાડાના કાળા વાદળો દૂર-દૂર સુધી દેખાયા અને અફરાતફરી મચી ગઈ. આ કોમ્પલેક્સના સંકુલમાં કુલ 8 બ્લોક્સ અને 2000 ફ્લેટ્સ આવેલા છે. સ્થિતિની ગંભીરતાને જોતા ફાયર સર્વિસ વિભાગે ‘લેવલ-5 આલાર્મ ફાયર’ જાહેર કર્યું, જે હોંગકોંગમાં આગની સૌથી ગંભીર શ્રેણી છે.
Major fire in multiple buildings at Wang Fuk Court in Tai Po, Hong Kong 🇭🇰
Casualities feared.#Breaking #HongKong #Fire #HongKongFire #Viral #ViralVideo pic.twitter.com/c8mFYCSxpE— Shadab Ahmed (@ShadabPost) November 26, 2025
767 ફાયરફાઇટર્સ તૈનાત
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આખી બહુમાળી બિલ્ડિંગમાં આગ ફેલાઈ ગઈ હતી. બિલ્ડિંગની બહારની દિવાલો પર સમારકામ માટેના વાંસના લાકડા બાંધેલા હોવાથી આગ વધુ વિકરાળ બની હતી. આ ઘટનાસ્થળે 767 ફાયરફાઇટર્સ તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસે આસપાસની ઇમારતો ખાલી કરાવી હતી. ટ્રાન્સપોર્ટ વિભાગે જણાવ્યું કે આગને કારણે 30થી વધુ બસ રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
#ULTIMAHORA | 🇭🇰🇨🇳 | 🚨 TRAGEDIA EN HONG KONG
Un devastador incendio arrasó un rascacielos en Hong Kong, dejando 13 muertos y decenas de personas atrapadas mientras los equipos de emergencia luchan contra las llamas en medio del caos.#HongKong #China #breakingnews #Emergencia… pic.twitter.com/MVk5S3fujV— Quesdilla de Verdades Youtube (@QuesaVerdadess) November 26, 2025