World Cup 2023 – દક્ષિણ આફ્રિકાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, સ્કોર 428-5

By: nationgujarat
07 Oct, 2023

વર્લ્ડ કપ-2023 (ODI વર્લ્ડ કપ-2023)માં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ ધમાકેદાર શરૂઆત કરી હતી. આ ટીમે વર્તમાન ICC ટૂર્નામેન્ટની પોતાની પહેલી જ મેચમાં એક નહીં પરંતુ ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા છે. દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં શ્રીલંકા સામેની મેચમાં પણ દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ કપનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. આફ્રિકાએ 428 રનનો તોતિંગ સ્કોર કરી શ્રીંલકાને જીત માટે પડકાર આપ્યો છે.  429 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉથરેલી લંકની એક વિકેટ સાત રનમાં જ પડી ગઇ છે.

South Africa  (50 ovs maximum)
BATTING R B 4s 6s SR
c de Silva b Pathirana 100 84 12 3 119.04
lbw b Madushanka 8 5 2 0 160.00
c Samarawickrama b Wellalage 108 110 13 2 98.18
c Rajitha b Madushanka 106 54 14 3 196.29
c Shanaka b Rajitha 32 20 1 3 160.00
not out 39 21 3 2 185.71
not out 12 7 0 1 171.42
Extras (lb 1, nb 1, w 21) 23
TOTAL 50 Ov (RR: 8.56) 428/5
Did not 

વર્લ્ડ કપમાં સર્વોચ્ચ સ્કોર

શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ દિલ્હીમાં હંગામો મચાવ્યો હતો. ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટે 428 રનનો વિશાળ સ્કોર બનાવ્યો, જે એક વિશ્વ રેકોર્ડ છે. વર્લ્ડ કપમાં કોઈ ટીમ આટલો મોટો સ્કોર બનાવી શકી નથી. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો જેણે 2015માં પર્થમાં અફઘાનિસ્તાન સામે 6 વિકેટે 417 રન જોડ્યા હતા. ભારત આ યાદીમાં ત્રીજા સ્થાને છે, જેણે 2007માં પોર્ટ ઓફ સ્પેનમાં બર્મુડા સામે 5 વિકેટે 413 રન બનાવ્યા હતા.

3-3 બેટ્સમેનોની સદી

મેચમાં ટીમ માટે એક નહીં પરંતુ 3 બેટ્સમેનોએ સદી ફટકારી હતી. તેમાં ક્વિન્ટન ડી કોક (100), રાસી વેન ડેર ડ્યુસેન (108) અને એઇડન માર્કરામ (106)નો સમાવેશ થાય છે. ડી કોકે 84 બોલમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. ડુસેને 110 બોલમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. માર્કરામે 54 બોલમાં 14 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.

ત્રીજી વખત 400+ સ્કોર

સાઉથ આફ્રિકાએ વર્લ્ડ કપમાં ત્રીજી વખત 400 પ્લસનો સ્કોર કર્યો અને આવું કરનારી તે પ્રથમ ટીમ બની ગઈ છે. આ પહેલા સાઉથ આફ્રિકાએ 2015માં કેનબેરામાં આયર્લેન્ડ સામે 4 વિકેટે 411 રન બનાવ્યા હતા. આ સિવાય સિડનીમાં 2015ના વર્લ્ડ કપમાં આ ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે 5 વિકેટે 408 રન બનાવ્યા હતા.

અત્યારે વલણમાં છે


Related Posts