ટ્રમ્પના સાશનમાં વિદ્યાર્થીઓને સૌથી મોટો ઝટકો, જાણો કોના વિઝા અને શા માટે રદ થયા?

By: nationgujarat
10 Dec, 2025

USA Visa Cancel News : અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ઇમિગ્રેશન મુદ્દે અત્યંત કડક વલણ અપનાવતા આ વર્ષે 85,000 વિઝા રદ કરી દીધા છે. ઇમિગ્રેશનના નિયમોને વધુ કડક બનાવવા અને રાષ્ટ્રીય સુરક્ષા સ્ક્રિનિંગને બહેતર બનાવવાના પ્રયાસોના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું હોવાનું કહેવાય છે. આ નિર્ણયની સૌથી મોટી અસર વિદ્યાર્થીઓ પર પડી છે, જેમના 8,000થી વધુ વિઝા રદ કરવામાં આવ્યા છે, જે ગયા વર્ષની સરખામણીમાં બમણી સંખ્યા છે.

‘મેક અમેરિકા સેફ અગેન’ નું લક્ષ્ય 

અમેરિકાના વિદેશ વિભાગે મંગળવારે ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 85,000 વિઝા રદ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને સેક્રેટરી રૂબિયો એક સરળ આદેશનું પાલન કરી રહ્યા છે અને તેઓ ટૂંક સમયમાં અટકે તેવા કોઈ સંકેત નથી.” આ પોસ્ટમાં ટ્રમ્પની તસવીર સાથે ‘મેક અમેરિકા સેફ અગેન’ (અમેરિકાને ફરીથી સુરક્ષિત બનાવો) નો નારો પણ આપવામાં આવ્યો હતો.


Related Posts

Load more