ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI) એ ભારતના પ્રવાસ માટે તેની 15 સભ્યોની ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે. આ શ્રેણી 2 થી 14 ઓક્ટોબર દરમિયાન અમદાવાદ અને દિલ્હીમાં રમાશે. આ શ્રેણી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) નો ભાગ છે અને વર્તમાન ચક્રમાં વેસ્ટ ઈન્ડિઝનો પહેલો વિદેશી ટેસ્ટ પ્રવાસ હશે. 2018 પછી આ તેમનો ભારતનો પહેલો ટેસ્ટ પ્રવાસ પણ હશે. ગુડાકેશ મોતીને આ શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે જેથી તે આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારી ICC T20 વર્લ્ડ કપ અને વ્યસ્ત મર્યાદિત ઓવરની શ્રેણી માટે ફિટ રહે. મુખ્ય કોચ ડેરેન સેમીએ જણાવ્યું હતું કે ભારતમાં રમવું હંમેશા એક મોટો પડકાર છે. ટીમ 22 સપ્ટેમ્બરે ભારત માટે રવાના થશે અને 24 સપ્ટેમ્બરે અમદાવાદ પહોંચશે.
ટીમ – રોસ્ટન ચેઝ (કેપ્ટન), જોમેલ વોરિકન (ઉપ-કેપ્ટન), કેવેલન એન્ડરસન, એલિક એથાનાઝ, જોન કેમ્પબેલ, ટેન્જેનેરાઇન ચંદ્રપોલ, જસ્ટિન ગ્રીવ્સ, શાઈ હોપ, ટેવિન ઇમલાચ, અલ્ઝારી જોસેફ, શમર જોસેફ, બ્રાન્ડન કિંગ, એન્ડરસન ફિલિપ, ખારી પિયર, જેડેન સીલ્સ.
પહેલી ટેસ્ટ – 2 – 6 ઓક્ટોબર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
બીજી ટેસ્ટ 10 – 14 અરૂણ જેટલી સ્ટેડિયમ દિલ્હી