ભારતમાં સ્ટ્રીટ ફૂડની વાત કરીએ તો પાણીપુરીને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. પાણીપુરી અને પુચકા કે હિન્દીમા ગોલગપ્પા તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં તેને ભારતમાં જ નહીં વિદેશમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. ગોલગપ્પા અમેરિકાના વ્હાઇટ હાઉસમાં પણ પહોચી છે. અહીં મહેમાનોને પાણીપુરી પણપીરસવામાં આવે છે. ગુજરાતમા પાણીપુરી 20 મીટરના અંતરે તમને એક લાઇન જોવા મળે. પાણીપુરીના એવા તો રસીયા તમને જોવા મળશે કે તેમને તેમના વિસ્તારની એક પણ પાણીપુરીની લારીનો ચટાકો ન ચાખ્યો હોય અને હવે પાણીપુરીના ચટાકામાથીઅમેરિકા પણ બાકાત નથી રહ્યુ
પાછલા વર્ષોમા પાણીપુરી બે વખત પીરસવામા આવી. હાલમા જ સોમવારે રાષ્ટ્રપતી જો બાઇડને રોજ ગાર્ડન સિસેપ્શનની કાર્યક્રમ ગોઠવ્યો હતો જેમા પાણીપુરી પણ પીરસવામા આવી હતી. આ કાર્યક્રમમા એશિયા-અમેરિકા અને કેટલાક ભારતીય અમેરિકન આમંત્રીત હતા. વ્હાઇટ હાઉસમા પહેલા ભારતીય ફુડમા ફકત સમોસા જ પિરસવામા આવતા હતા પણ હવે પાણીપુરી પણ આપવામા આવે છે.
કોમ્યુનિટી લીડર અજય જૈન ભુતોરિયાએ જણાવ્યું હતું કે, “ગયા વર્ષે જ્યારે હું અહીં હતો ત્યારે અહીં પાણીપુરી પીરસવામાં આવી હતી. આ વર્ષે પણ હું અહીં પાણીપુરી શોધી રહ્યો હતો, ત્યારે અચાનક એક સર્વર પાણીપુરી લાવ્યો. તે ખૂબ જ અદ્ભુત હતી. તેની સ્વાદ ખૂબ જ મસ્ત હતો.”