ભારત દુનિયામાં સૌથી વધુ ઝડપી વિકસીત અર્થતંત્ર બની રહ્યું છે. ગ્લોબલ એજેન્સીએ સહિત મોટા મોટા દેશોએ પણ દેશના અર્થતંત્ર અંગે વખાણ કર્યા છે. યુએઇ પણ હવે ભારતની આર્થિક સ્થિતિ મજબૂત થતા રોકારણ કરવાનું છે. યુએઇ ભારતમાં 50 અરબ ડોલરનું રોકારણ કરવાની તૈયારી દર્શાવી છે.
બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, સંયુક્ત આરબ અમીરાત (UAE) તેલથી આગળ વધવા માટે તેની આર્થિક વૈવિધ્યકરણ યોજનાના ભાગરૂપે ભારતમાં $50 બિલિયન સુધીનું રોકાણ કરવાનું વિચારી રહ્યું છે. તાજેતરના સમયમાં UAE અને ભારત વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત બન્યા છે અને તેની સાથે બંને દેશો વચ્ચેનો વેપાર પણ સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં, UAE-ભારત વચ્ચે બિન-તેલ દ્વિપક્ષીય વેપાર લગભગ $100 બિલિયન સુધી પહોંચી ગયો છે. હવે આ સંબંધને આગળ લઈ જવાની તૈયારી તરીકે ભારતમાં 50 અબજ ડોલર એટલે કે રૂ. 4 લાખ કરોડથી વધુનું રોકાણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
UAE દ્વારા ભારતમાં 50 બિલિયન ડૉલરના સંભવિત રોકાણને લઈને જારી કરવામાં આવેલા આ રિપોર્ટમાં આ બાબતથી વાકેફ લોકોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે UAE દ્વારા આગામી વર્ષની શરૂઆતમાં એટલે કે 2024ની શરૂઆતમાં આ રોકાણને લઈને મોટી જાહેરાત કરવામાં આવશે. . UAEથી આવતા આ રોકાણથી ભારતના જે ક્ષેત્રો મજબૂત થશે તેમાં મેન્યુફેક્ચરિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે અને વેગ મળવાથી દેશની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનશે.