Loksabha 2024: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC પ્રમુખ મમતા બેનર્જીએ એક મોટી જાહેરાત કરી છે. મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે TMC બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડશે. ટીએમસીએ તમામ 42 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. ટીએમસીએ પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ પર પણ દાવ ખેલ્યો છે. યુુસુફ પઠાણને બહરામપુરથી મેદાને ઉતાર્યાં છે. તોઆસનસોલથી શત્રુઘ્ન સિન્હાની મેદાને ઉતારશે. ટીએમસીની યાદીમાં મહુઆ મોઈત્રા ઉપરાંત, પાર્ટીએ ટીમ ઈન્ડિયા માટે ક્રિકેટ રમી ચૂકેલા યુસુફ પઠાણ પર પણ દાવ લગાવ્યો છે, જ્યારે અભિનયની દુનિયામાંથી રાજકારણમાં આવેલા શત્રુઘ્ન સિન્હાને પણ તક આપવામાં આવી છે. શત્રુઘ્ન સિંહા આસનસોલ સીટથી વર્તમાન સાંસદ પણ છે.ટીએમસીએ જે સીટો માટે નામોની જાહેરાત કરી છે, તેમાં ઘણા મોટા નામો પણ સામેલ છે. પાર્ટીએ બેરકપુર સીટ પરથી અર્જુન સિંહની ટિકિટ પણ રદ્દ કરી દીધી છે
પૂર્વ કૉંગ્રેસી નેતા કિર્તિ આઝાદને TMCએ આપી દુર્ગાપુરથી ટિકિટ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC પ્રમુખ મમતા બેનર્જીએ એક મોટી જાહેરાત કરી છે. મમતાએ જાહેરાત કરી છે કે TMC બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડશે. તૃણમૂલ કોંગ્રેસે આજે પશ્ચિમ બંગાળ માટે તેના તમામ 42 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. મમતા બેનર્જીએ કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડથી આ જાહેરાત કરી છે.આ લિસ્ટમાં એક પછી એક સરપ્રાઈઝ આવી રહ્યા છે. જોકે, મમતાએ ઉમેદવારની જાહેરાત કરવા માટે અભિષેક બેનર્જીને ફોન કર્યો હતો. આ વર્ષની ઉમેદવારોની યાદીમાં અનેક આશ્ચર્યો છે. અત્યાર સુધી ચૂંટણીની જાહેરાતના દિવસે કે બીજા દિવસે તૃણમૂલના નેતાઓ કાલીઘાટ સ્થિત તૃણમૂલ કાર્યાલયમાંથી ઉમેદવારોના નામની જાહેરાત કરતા હતા. પરંતુ આ વખતે એક અપવાદ છે. અભૂતપૂર્વ રીતે, મમતાએ બ્રિગેડ રેલીના મંચ પરથી ઉમેદવારોના નામની જાહેરાત કરી છે