LSG vs MI: હારથી ગુસ્સે ભરાયેલા હાર્દિક પંડ્યાએ કોના પર ફોડ્યૂ હારનું ઠીકરુ ? જાણો

By: nationgujarat
01 May, 2024

Hardik Pandya Reaction: મુંબઈ ઈન્ડિયન્સને IPL 2024માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે સાતમી હારનો સામનો કરવો પડ્યો. લખનઉના ઇકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં હોમ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટે હરાવ્યું હતું. મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં કુલ 144/7 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉ 19.2 ઓવરમાં જીતી ગયું હતું. આ હાર સાથે મુંબઈની પ્લેઓફ માટે ક્વૉલિફાય થવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ ગઈ છે. જોકે, આ હાર બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા ગુસ્સે ભરાયો હતો અને હારનું ઠીકરું આ લોકો પર ફોડ્યુ હતુ.

મેચમાં ગૉલ્ડન ડક – શૂન્ય રન પર આઉટ થયેલા મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ હાર બાદ કહ્યું કે શરૂઆતમાં વિકેટ ગુમાવવી ટીમને કેટલી મોંઘી પડી અને તેઓ ત્યાંથી સાજા થઈ શક્યા નહીં. આ સિવાય હાર્દિકે કહ્યું કે આ મેચમાંથી ઘણું શીખવાની જરૂર છે.

હાર્દિકે મેચ બાદ કહ્યું, “મને લાગે છે કે ઝડપથી વિકેટ ગુમાવવાથી રિકવર કરવુ સરળ નથી અને અમે આજે પણ તે કરી શક્યા નથી. કેમ કે પીચ પર આવીને હજુ તમારે બૉલ જોવો પડશે અને પછી તેને રમવાનો છે. પરંતુ અમે તે બોલ ચૂકી ગયા અને અમને આ એક્સપીરિન્યસ થયો. અત્યાર સુધીની સીઝનમાં તમારે ફક્ત તમારું બધું જ આપવાનું છે, મને લાગે છે કે નેહર વાધેરાએ ગયા વર્ષે પણ તે કર્યું હતું, પરંતુ તે ઘણી બધી આઈપીએલ રમી ચૂક્યો છે અને આખરે ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

આવી રહી મેચની સ્થિતિ 
લખનઉના ઇકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 144 રન બનાવ્યા હતા. ટીમ માટે નેહલ વાઢેરાએ 41 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 46 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. આ સિવાય ટીમનો અન્ય કોઈ બેટ્સમેન 40 રનનો આંકડો પાર કરી શક્યો નહોતો.

ત્યારબાદ લક્ષ્યનો પીછો કરતા લખનઉની ટીમે 19.2 ઓવરમાં 6 વિકેટે જીત મેળવી લીધી હતી. ટીમ માટે માર્કસ સ્ટોઇનિસે 45 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 62 રનની ઇનિંગ રમી હતી. સ્ટોઇનિસને તેની શાનદાર ઇનિંગ્સ માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ આપવામાં આવ્યો હતો.


Related Posts

Load more