વડતાલ :- શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આજ તા.૨ફેબ્રુઆરી ને રવિવારના રોજ ૧૯૯મી શિક્ષાપત્રીજયંતીની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સત્સંગ મહાસભા ના પ્રમુખ શા.નૌતમપ્રકાશ દાસજી એ શિક્ષાપત્રી કથાનું હજ્જારો હરિભક્તોને રસપાન કરાવ્યું હતું. આ પ્રસંગે મંદિરના સભામંડપ માં ૨ હજારથી વધુ ભક્તો એ શિક્ષાપત્રીનું પૂજન કર્યું હતું. જયારે કથાના વક્તા પૂ.નૌતમપ્રકાશ સ્વામી એ ઉપસ્થિત ભક્તોને શિક્ષાપત્રીનું વાંચન કરાવ્યું હતું. આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, કોઠારી ડો,સંતવલ્લભદાસજી સ્વામી,હરિઓમ સ્વામી, પૂ,લાલજી ભગત (જ્ઞાન બાગ),બ્રહ્મસ્વરૂપ સ્વામી,શ્રી વલ્લભસ્વામી ,દિવ્યપ્રકાસસ્વામી તથા સાંખ્યયોગી બહેનો પુરીબા (ડભાણ),અજુબા,ગીતાબા,સંગીતાબેન(ખાંધલી) સહિત સ્ત્રી ભક્તોએ પણ શિક્ષાપત્રી પૂજન – વાંચન નો લાભ લીધો હતો.
શિક્ષાપત્રી જયંતીની ઉજવણી અંગેની માહિતી આપતા ડો.સંતવલ્લભ સ્વામી એ જણાવ્યું હતું કે વડતાલધામમાં આજે
વસંતોત્સવ સાથે ૧૯૯મી શિક્ષાપત્રી જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
પ્રારંભમા સવારે શણગારઆરતી બાદ નિજ મંદિરમાં પુજારી બ્રમ્ચારી હરિસ્વરૂપાનંદજીએ પ.પુ.ધ.ધુ. ૧૦૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજને વસંત અને પ્રસાદીની શિક્ષાપત્રીનું પૂજન કરાવ્યું હતું. વડતાલ મંદિરમાં બિરાજતા દેવોને પણ વસંત શણગારે વિભૂષિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મંદિરમાંથી વાજતે ગાજતે શિક્ષાપત્રી ગ્રંથની પાલખી યાત્રા નીકળી હતી જે મંદિરની પ્રદક્ષિણા કરી પવિત્રાનંદ સ્વામીના સભામંડપે પહુચી હતી જ્યાં સંતો હારીભક્તો દ્વારા શિક્ષાપત્રીનું પૂજન આરતી કરવામાં આવીહતી.
સાથે સાથે આજે કવિસમ્રાટ પૂ. નિષ્ઠળાનાદ સ્વામીજી ૨૫૯મી જન્મજયંતી હોય પૂ. દેવ્પ્રકાશ સ્વામી (ચેરમેન) પૂ. નૌતમ સ્વામી ,(સત્સંગ મહાસભા પ્રમુખ, હારી ઓમ સ્વામી બ્રરમરૂપ સ્વામી શ્રી વલ્લભ સ્વામી સહીત સંતો તથા યજમાન પરિવાર ના સૌ સભ્યો દ્વારા ભાવનંદના કરવામાં આવીહતી
આ પ્રસંગે વડતાલ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ ભૂમેલ, બાકરોલ, તથા બોરસદ ગુરુકુળના વિદ્યાર્થીઓ તથા સુરત બાળમંડળના બાળકો પણ જોડાયા હતા.
આ પ્રસંગે આર્શીવચન પાઠવતા આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં રૂતુરાજ વસંત અર્થાત વસંત પંચમીનો બહુ મોટો મહિમા છે. કારણ કે આજના દિને ભગવાન શ્રી સ્વામિનારાયણે વડતાલ મંદિરના પટાગણમાં આવેલ હરિમંડપ ખાતે શિક્ષાપત્રીનો પ્રાર્દૂર્ભાવ થયો હતો. શ્રી હરીએ પોતાના આશ્રીતો અને સાધુ-બ્રહ્મચારી-ગૃહસ્થ-આચાર્ય અને સધવા-વિધવા સ્ત્રીઓને પાળવાના નિયમો વર્ણવ્યા છે.જે નર-નારી આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તે જીવનમાં ક્યારેય દુ:ખી નહિ થાય.
આજના દિવસે વડતાલ જ્ઞાનબાગના પૂ.લાલજી ભગત દ્વારા તૈયાર કરવામાં આવેલ શિક્ષાપત્રી ગુટકો પુસ્તકનું આચાર્ય મહારાજ તથા સંતોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે-સાથે રાજકોટ ગુરુકુળ ધ્વારા તાલીમ-મલયામલમ સહીત દક્ષિણજ ત્રણ ભાષાઓમાં તૈયાર કરાયેલ શિક્ષાપત્રીનું આચાર્ય મહારાજના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
જયારે હરીમંડપ/અક્ષરભુવન પાછળ આવેલ યજ્ઞશાળામાં ઉમરેઠના એ.એલ.દવે (હાઈકોર્ટ ન્યાયાધીશ) ના પરિવાર ધ્વારા છેલ્લા ૪૦ વર્ષથી શિક્ષાપત્રી જયંતી રોજ શિક્ષાપત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો સોં ભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પૂ.શ્યામ વલ્લભસ્વામીએ કર્યું હતું.