મારા બેડરૂમ પર છોડી હતી મિસાઇલ..ઇરાને મને મારી નાખવાનો કર્યો પ્રયાસ – નેતન્યાહુ

By: nationgujarat
16 Jun, 2025

વિશ્વની નજર હાલ ઇરાન-ઇઝરાયલ યુદ્ધ પર છે. બંને દેશો વચ્ચે હુમાલોએ થઇ રહ્યા છે તણાવ ભરી સ્થિતિમા ઇઝરાયલના વડાપ્રઘાન નેતન્યાહુનું નિવેદન સૌ માટે ચૌકાવનારુ છે. ઇરાન સામે ઇઝરાયલ આક્રમક રીતે હુમલો કરી ઇરાનને જવાબ આપે છે. નેતન્યાહુએ નિવેદન કર્યુ છે કે ઇરાને મને મારી નાખવનો પ્રયાસ કર્યો તેમજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્ને મારી નાખવા માટે પ્લાન ઘડયો છે. ટ્રમ્પના કડક ઇરાદાને કારણે ઇરાને ટ્રમ્પ અને અમેરિકાને દુશ્મન માને છે.

ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ ફોકસ ન્યુઝને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ છે કે, ઇરાને ટ્રમ્પને મારી નાખવા પ્લાન ઘડયો છે. ટ્રમ્પ એવા નેતા છે જેમણે ઝરાયલને નબળુ ન કરવા પ્રયાસ કર્યો છે. ઇરાનને પરમાણુ બોમ્બ બનાવતા અટકાવવા માટે ટ્રમ્પ કડક રીતે વ્યવહાર કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કીધુ છે કે ઇરાન પરમાણુ બોમ્બ ન બનાવી શકે. ઇરાને તેમને એટલે કે નેતન્યાહુને પણ મારવા પ્લાન ધડયો છે. ઇરાનની એક મિસાઇલ તેમના બેડરૂમમા જઇ પડી હતી. ઇરાનના પરમાણુ બોમ્બ બનાવે તો ઇઝરાયલના અસ્તિત્વ સામે ખતરો છે. ઇરાન પરમાણુ હથિયાર બનાવવા માટે યુરેનિયમનો સંગ્રહ કરી રહ્યુ છે તેમજ ઇરાને તેમની બેલેસ્ટિક મિસાઇલ નો સંગ્રહ વઘારી 3600 કરી દીધો,આ ત્રણ વર્ષમાં વધારી 10 હજાર અને 26 વર્ષમાં 20 હજાર કરી નાખશે તેવો અંદાજ છે. આ ખતરાથી ઇઝરાયલ કે કોઇ દેશ બચી નહી શકે.નેતન્યાહુએ કહ્યુ કે ઇઝરાયલ ન ફકત પોતાની પરંતુ વિશ્વના દેશોની પણ રક્ષા કરી રહ્યુ છે.


Related Posts

Load more