બિહારમા વિઘાનસભા ચૂંટણીને લઇ રાજકારણ ગરમ છે. રાજકીય પક્ષો સતત એક બીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. સોશિયલ મીડિય પણ ચૂંટણીમા એક બીજા પર પ્રહાર કરવા ટ્રેડિંગમા છે. બિહારમા વિરોઘ પક્ષના નેતા તેજસ્વી યાદવે સરકાર પર ફરી પ્રહાર કર્યા છે. સોશિયલ મીડિયામા તેજસ્વીએ સરકાર સામે કટાક્ષ કરતી એક કવિતા પોસ્ટ કરી હતી. તેમણે પોસ્ટ કરી કે બિહારની ધરતી… દુખમા છે ડુબેલી.ગામડાની ગલીઓ અંઘારી છે…રસ્તા તુટેલા છે…ઘંઘો મંદો છે…રોજગારીનુ સપનુ છે આઘળું….
રેલ લેટ,ખેડૂત પરેશાન,યુવાનોનુ સપનુ રોળાઇ રહ્યુ છે. બિહારમા જનતાનો એક જ નારો બલાવ જોઇએ છે. કવિતા થકી તેજસ્વીએ સરકાર પર પ્રહાર કરતા વધુમા કહ્યુ કે… પ્રખંડ થી લઇ પોલીસ સ્ટેશન સુધી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. બિહારમા આગામી સમયમા વિઘાનસભા ચૂંટણી આવી રહી છે કોંગ્રેસ સહિત વિરોધી રાજકીય પાર્ટીઓ એકશન મોડમા આવી જનતાને પોતાના તરફ આકર્ષવા પ્રયત્ન કરી રહી છે. કોંગ્રેસ દ્વારા બિહારમા વોટ ચોર યાત્રાનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે અને વોટ ચોર યાત્રામા કોંગ્રેસ સાથે અન્ય રાજકીય પાર્ટીઓ પણ તેને સમર્થન આપી રહી છે. જો કે હવે જોવાનું એ છે કે બિહારમા જનતા વોટ ચોર અભિયાનને સમજીને ભાજપ અને એનડીએને જાકારો આપશે કે રાહુલ ગાંઘીને.