કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’નું ટીઝર રિલીઝ થયું ..જો ભારતને છંછેડશો તો તમને છોડશું નહીં..’ ખૂબ જોવાયું ટ્રેલર

By: nationgujarat
02 Oct, 2023

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની આગામી ફિલ્મ ‘તેજસ’નું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. અભિનેત્રી ફાઈટર પાઈલટના અવતારમાં જોવા મળશે. બહાર પડવામાં આવેલ ટીઝરમાં કેટલીક ઝલક ફાઈટર પ્લેનની છે તો કેટલીક ઝલક કંગના રનૌતની છે. કંગના રનૌતના ડાયલોગ્સ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક સિવાય ટીઝરમાં કંઈ ખાસ જોવા જેવું નથી.

ફિલ્મનું ટીઝર અપેક્ષાઓ પર ખરું ઉતર્યું કે નહીં?
ખરા અર્થમાં તે ટીઝર જેવું ઓછું અને સંવાદો સાથેના લાંબા મોશન પોસ્ટર જેવું વધુ છે, કારણ કે ટીઝરમાં દર્શાવવામાં આવેલી વસ્તુઓ પોસ્ટરમાં નિર્માતાઓ દ્વારા પહેલેથી જ જાહેર કરવામાં આવી હતી. ‘તેજસ’નું ટીઝર શેર કરતી વખતે કંગના રનૌતે લખ્યું, “હું આપણા દેશ પ્રેમમાં ઉડવા ભરવા માટે તૈયાર છું. જો તમે ભારતને છેડશો તો હું તમને નહીં છોડું” કંગના રનૌતે કેપ્શનમાં ટીઝર વીડિયોની સાથે ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરી છે.

ટીઝર વીડિયોમાં કંગનાનો એક જ ડાયલોગ છે
અભિનેત્રીએ લખ્યું, “ટ્રેલર 8 ઓક્ટોબર, ભારતીય વાયુસેના દિવસના રોજ રિલીઝ થશે.”ટીઝર વીડિયોમાં કંગના રનૌતે માત્ર એક જ ડાયલોગ બોલ્યો છે, “જરૂરી નથી કે દરેક વખતે વાતચીત જ થાય, હવે યુદ્ધના મેદાનમાં યુદ્ધ થવુ જોઈએ. કે મારા દેશ પર ઘણો અત્યાચાર કરવામાં આવ્યો છે એટલે હવે આકાશમાંથી વરસાદ નથી પણ આગનો વરસાદ થવાની જરૂર છે.’ જો કે ટીઝર લોકોની મિશ્ર પ્રતિક્રિયા છે.

આ ફિલ્મ તેજસ ગિલ પર આધારિત છે
જણાવી દઈએ કે તેજસ એરફોર્સના પાયલોટ તેજસ ગિલની વાર્તા છે અને ફિલ્મ તેના પર આધારિત છે. તેજસ દ્વારા નિર્માતાઓનો ઉદ્દેશ્ય દરેક ભારતીયને પ્રેરણા આપવાનો અને તેમને ગર્વની અનુભૂતિ કરાવવાનો છે. આ ફિલ્મ બતાવે છે કે કેવી રીતે આપણા એરફોર્સના પાઇલોટ્સ તેમના માર્ગમાં અનેક પડકારોનો સામનો કરીને આપણા દેશની સુરક્ષા માટે અથાક મહેનત કરે છે.RSVP દ્વારા નિર્મિત તેજસમાં કંગના રનૌત મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સર્વેશ મેવાડા દ્વારા લિખિત અને દિગ્દર્શિત અને રોની સ્ક્રુવાલા દ્વારા નિર્મિત, આ ફિલ્મ 27 ઓક્ટોબર, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.


Related Posts

Load more