WTC ની ફાઇનલમાં પહોંચવું ભારતીય ટીમ માટે નથી સરળ, શ્રીલંકા સામે જીતવાથી કેટલો થશે ફાયદો,

By: Nation Gujarat Team
20 Aug, 2026

ટેસ્ટ રેકિંગમાં હાલ ભારતીય ટીમ બાંગ્લાદેશ કરતા પણ પાછળ છે એટલે કે ભારતનો નંબર 5 મો છે અને બાંગ્લાદેશનો નંબર 4 છે. ભારતે હવે પછી તેની ટેસ્ટ મેચમો જીત જ એક માત્ર ઉપાય છે જે તેને WTC ની ફાઇનલ રમાડી શકે છે. જો કે હાલ ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસે છે જ્યા બે ટેસ્ટ મેચની સિરિઝમાં ભારત 1-0 થી આગળ છે. ટીમ ઇન્ડિયા પાસે 53.33 ટકા અંક છે અને ફાઇનલમાં જગ્યા મેળવવા માટે ટીમને 60 ટકા અંકને પાર કરવુ જરૂરી છે. આ સંજોગ કહો કે ગમે તે પણ આકડા કહે છે કે જે ટીમ 60 ટકા થી વધુ અંક પ્રાપ્ત કરી શક્યુ છે તે ટીમ ટોપ -2 માં ફિનિશ કરી રહી છે. ટીમ ઇન્ડિયા સતત બે વખત ફાઇનલમાં જગ્યા બનાવામાં સફળ રહ્યું છે. WTCની ફાઇનલમાં ટીંમ ઇન્ડિયાને પહેલી વખત ન્યુઝિલેન્ડ સામે તો બીજી વખત ઓસ્ટ્રિલાય સામે હારનો સામનો કરવો પડયો હતો. તીજી વકત ઓસ્ટ્રિલિયા અને સાઉથ આફ્રિકા સામે ફાઇનલ મેચ રમાઇ હતી. આફ્રિકાની ટીમે જીતીને ઇતિહાસ રચ્યો હતો.

ભારત ને જીતવી પડશે 6 થી વધુ મેચો 

શ્રીલંકા સામે 2 ટેસ્ટ મેચમાં ભારતે પહેલી મેચમાં મોટા  માર્જીનથી મેચ જીતી છે અને સિરિઝમાં 1-0થી આગળ છે ત્યારે હવે બીજી ટેસ્ટ મેચ રવિવાર 23 અગસ્ટે રમાવાની છે. આ સિરિઝ જીતીને ટીમ ઇન્ડિયા 2-0 થી જીતવા તરફ નજર રહેશે. જો બીજી ટેસ્ટ મેચ જીતશે તો 57.57 ટકા પ્રતિશત અંક થશે. શ્રીલંકા પ્રવાસ બાદ ભારતીય ટીમે ન્યુઝિલેન્ડ પ્રવાસે 2 મેચ ની સિરિઝ રમાવાની છે. ન્યુઝિલેન્ડ પ્રવાસ પછી ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રલિયા સામે 5 ટેસ્ટ મેચની સિરિઝ રમશે. WTCમાં પહોંચવા માટે 7 મેચ ભારતે જીતવી ખૂબ જ  મહત્વપુર્ણ છે. 6 મેચ જીતશે તો લગભગ 60 ટકા પોઇન્ટસ ની આસપાસ પહોચશે. જો ભારત 7 મેચ જીતે તો ટોપ-2 માં જગ્યા બનાવશે.

ગયા WTC રાઉન્ડમાં, ભારત ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે વ્હાઇટવોશ થયા બાદ ફાઇનલમાં સ્થાન મેળવવામાં મુશ્કેલીથી ચૂકી ગયું હતું. જો ટીમ ઇન્ડિયા આ વખતે ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ જાય, તો દક્ષિણ આફ્રિકા સામેની તેમની હાર યાદ રાખવામાં આવશે. ટેમ્બા બાવુમાની આગેવાની હેઠળની આફ્રિકન ટીમે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં ભારતને 2-0થી હરાવ્યું હતું. જો ટીમ ઇન્ડિયા આ ટેસ્ટ શ્રેણી જીતી હોત, તો તેઓ આજે ટોચના બેમાં અથવા તેની નજીક હોત.

ઓસ્ટ્રેલિયા હાલમાં ૭૭.૭૮ ટકા પોઈન્ટ સાથે ટોચના સ્થાને છે. જોકે, તાજેતરમાં તેમને બાંગ્લાદેશ સામે મોટો અપસેટનો સામનો કરવો પડ્યો હતો. ડિફેન્ડિંગ ચેમ્પિયન દક્ષિણ આફ્રિકા ૭૫ ટકા પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.દક્ષિણ આફ્રિકાએ અત્યાર સુધી ફક્ત બે ટેસ્ટ શ્રેણી રમી છે. તેમની પાસે ચાર વધુ છે. તેમની એકમાત્ર ટેસ્ટ શ્રેણી શ્રીલંકા સામે છે. તેઓ ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ અને ઇંગ્લેન્ડનું આયોજન કરશે. દક્ષિણ આફ્રિકા માટે આગળનો રસ્તો મુશ્કેલ બનવાનો છે, જેનો ફાયદો ભારતને મળી શકે છે.ન્યુઝીલેન્ડ ૭૨.૨૨ ટકા માર્ક્સ સાથે ત્રીજા સ્થાને છે અને બાંગ્લાદેશ ૬૬.૬૭ ટકા માર્ક્સ સાથે ચોથા સ્થાને છે.


Related Posts

Load more