World Cup 2023 : શું બાંગ્લાદેશને હરાવીને ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચશે? સમીકરણ જાણો

By: nationgujarat
19 Oct, 2023

ભારતમા રમાનારો   ODI વર્લ્ડ કપ 2023 હવે બે મોટા અપસેટ સાથે ખૂબ જ રોમાંચક બની રહ્યો છે. શ્રીલંકા સિવાય તમામ 9 ટીમોએ પોતાના જીતના ખાતા ખોલ્યા છે. જેમાં અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને અને નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું છે.પરંતુ આ વર્લ્ડ કપમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડની સફર ઘણી શાનદાર રહી છે. કીવી ટીમ તેની પ્રથમ ચાર મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. જ્યારે ભારતીય ટીમ પણ તેની પ્રથમ ત્રણ મેચ જીતીને બીજા સ્થાને છે.ભારતીય ટીમ હવે તેની ચોથી મેચ આજે (19 ઓક્ટોબર) બાંગ્લાદેશ સામે પુણેના મેદાન પર રમવાની છે. જો ભારતીય ટીમ આ મેચ જીતી જાય છે, તો તે ન્યુઝીલેન્ડને પાછળ છોડી દેશે અને ફરીથી ટોચનું સ્થાન મેળવશે અને કિવી ટીમ સાથે સેમિફાઇનલમાં પ્રવેશવાની ખૂબ નજીક આવી જશે.

જો બાંગ્લાદેશને હરાવ્યા પછી, ભારતીય ટીમ તેની આગામી 2 મેચ જીતી જાય છે, તો તે 6 જીતથી 12 પોઈન્ટ સાથે સેમિફાઈનલ માટે મજબૂત દાવો કરશે. પરંતુ સેમિફાઇનલમાં પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે ભારતીય ટીમે આગામી 3 વધુ મેચ જીતવી પડશે. ત્યારે રોહિત અને બ્રિગેડને સેમીફાઈનલમાં જતા કોઈ રોકી શકશે નહીં.

બાંગ્લાદેશને હરાવીને આગામી 3 મેચ જીત્યા બાદ ભારતીય ટીમના 7 મેચમાં કુલ 14 પોઈન્ટ થઈ જશે. હાલમાં ભારતીય ટીમ 3 મેચ જીતીને 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. સેમિફાઇનલમાં પહોંચવા માટે તેણે બાકીની 6માંથી ઓછામાં ઓછી 3 થી 4 મેચ જીતવી પડશે.

ભારતીય ટીમ તેની ચોથી મેચ આજે  બાંગ્લાદેશ સામે પુણેમાં રમવાની છે. તે પછી, રોહિત શર્માની કેપ્ટન્સીમાં, ટીમે તેની બાકીની મેચો ન્યૂઝીલેન્ડ સામે ધર્મશાલા, લખનૌમાં ઇંગ્લેન્ડ, શ્રીલંકા મુંબઈમાં, દક્ષિણ આફ્રિકા કોલકાતામાં અને નેધરલેન્ડ સામે બેંગલુરુમાં રમવાની છે. આમાં ભારતીય ટીમને ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા સામે ટક્કર આપી શકે છે. બાંગ્લાદેશ અને નેધરલેન્ડ ઉથલપાથલ કરવામાં નિષ્ણાત છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમે તેમનાથી પણ સાવધાન રહેવું પડશે.


Related Posts