ઇસ્કોન બ્રિજ પર અકસ્માત- જેગુઆરથી સ્પીડ 142.5 KM હતી

By: nationgujarat
24 Jul, 2023

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલને 21 જુલાઈએ અમદાવાદ જિલ્લા કોર્ટમાં રજૂ કરાયો હતો. આજે પણ ખીચોખીચ ભરેલા કોર્ટરૂમમાં પોલીસે કોરિડોર બનાવીને આરોપીને હાજર કર્યો હતો. પોલીસ જાપ્તામાં આરોપીને કોર્ટ રૂમની પાછળના ભાગે આવેલા કઠેડામાં બેસાડાયો હતો. જો કે, પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા તેને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. હવે તથ્ય તેના પિતા સાથે સાબરમતી જેલમાં સાથે રહેશે. ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જયો ત્યારે જેગુઆર કાર 142.5 કિમી પ્રતિ કલાકની ઝડપે તથ્ય ચલાવતો હતો. આ વાતનો ઘટસ્ફોટ ગાંધીનગર FSL રિપોર્ટમાં થયો છે.

આજે 3 દિવસના રિમાન્ડ પૂરા થતાં આરોપીને લઈને પોલીસ ગ્રામ્ય કોર્ટ રવાના થઈ હતી. ત્યારે કોર્ટ પરિસરમાં પોલીસ કર્મચારીઓને બોડી વોર્ન કેમેરા સાથે કોર્ટ પરિસરમાં તહેનાત કરવામાં આવ્યા હતા.જો કે, માત્ર 15 મિનિટમાં જ આરોપીને લઈને પોલીસ કોર્ટથી રવાના થઈ હતી.

આરોપીના હાથ હવે કોર્ટમાં ધ્રૂજ્યા
જેગુઆર નીચે એક નહી પરંતુ 9 લોકોને કચડી મારનાર (અકસ્માતમાં ઈજાગ્રસ્ત એક વ્યક્તિનું પણ મોત થતાં આંકડો 10 થયો છે) આરોપી તથ્ય પટેલને વકીલાત નામ પર સહી હતી. જોકે આ દરમિયાન નવ લોકોને કચડનાર હાથ ન ધ્રજેલા તે વકીલાત નામા પર સહી કરતી વેળા ધ્રુજી ગયા હતા અને તથ્યનો ચહેરો ગંભીર બન્યો હતો. આરોપીએ તેના વકીલ નિસાર વૈદ્ય સાથે વાત કરી હતી. આ દરમિયાન તથ્ય તેનું મોઢુ નીચે નાખીને કઠેડામાં ઊભો છે.

ગઈ વખતે પબ્લિક પ્રોસિક્યુટર અને બચાવ પક્ષ વચ્ચે પોણો કલાક દલીલો ચાલી હતી. અમદાવાદ જિલ્લા(ગ્રામ્ય) કોર્ટે આરોપી તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સરકારી વકીલ પી.એમ. ત્રિવેદીએ 5 દિવસના રિમાન્ડ માગ્યા હતા. એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.એમ. બાવીસીની કોર્ટમાં આરોપીને રજૂ કરાયો હતો.


Related Posts