T 20 FINAL – અભિષેક-સંજુએ તોફાની બેટિંગ કરી, અભિષેક 18 બોલમાં અડધી સદી ફટકારી

By: Nation Gujarat Team
08 Mar, 2026

T20 વર્લ્ડ કપ ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. જેમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

ટીમ ઈન્ડિયાનો સ્કોર 5 ઓવરમાં 72/0 છે. ટીમ તરફથી અભિષેક શર્મા અને સંજુ સેમસન ક્રિઝ પર છે.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ભારત (IND): સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી.

ન્યૂઝીલેન્ડ (NZ): મિચેસ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, ટિમ સેફર્ટ (વિકેટકીપર), રચિન રવીન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરીલ મિચેલ, જિમી નીશમ, મેટ હેનરી, જેકબ ડફી અને લોકી ફર્ગ્યુસન.

પ્રથમ બેટિંગ કરતા, ટીમ ઈન્ડિયાએ અભિષેક શર્મા અને સંજુ સેમસન સાથે તાબડતોડ શરૂઆત કરી. બંનેએ સ્થિર અને મજબૂત  શરૂઆત આપી અને ક્યારેક ક્યારેક કેટલાક સારા શોટ પણ રમ્યા. અભિષેક પણ અલગ મૂડમાં જોવા મળ્યો. જોકે, ચોથી ઓવર ફેંકવા માટે ફર્ગ્યુસન આવ્યો, અને આ જોડીએ તે ઓવરમાં 24 રન બનાવ્યા, જેનાથી ભારતનો સ્કોર 50 ને પાર થઈ ગયો. ત્યારબાદ અભિષેકે જવાબદારી સંભાળી અને માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારી. છ ઓવર પછી ભારતનો સ્કોર 92 હતો.


Related Posts

Load more