શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનું, શ્રી સ્વામિનારાયણ મંદિર પાલ્લી ખાતે સુવર્ણ પ્રતિષ્ઠા સંપન્ન થઇ

By: nationgujarat
31 Mar, 2024

સ્વામિનારાયણ પાલ્લી સુવર્ણ પ્રતિષ્ઠા તથા નવનિર્માણ મહોત્સવ અંતર્ગત વ્યસનમુક્તિ બાઈક રેલી યોજાઇ…

ઘોઘંબા ભારત દેશમાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. સ્વામિનારાયણ પાલ્લી એ ઘોઘંબા તાલુકામાં આવેલું એક આદર્શ ગામ છે. અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના ચતુર્થ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાના ચરણારવિંદથી અનેકવાર પ્રસાદીભૂત બનેલું આ ગામ છે.

ગુજરાતની ગરવી ધરણી. એ ધરણીમાં આજથી ૭૨ વર્ષ પૂર્વે પંચમહાલ એક એવો વિસ્તાર હતો કે જ્યાં લોકોને પહેરવા લૂગડાં કે ખાવા માટે ધાન ન હતું. વહેમ , ભુવા જાગરિયાની જાળમાં પ્રજાજીવન રૂંધાયેલું હતું. આવી પછાત ભૂમિ પર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના પુનિત ચરણાવિદ તારીખ: ૩૧/૦૩/૧૯૫૨ માં સર્વ પ્રથમ પડ્યા. એ પુનિત પાદાર્પણની સાથે પંચમહાલની કંગાલ પરિસ્થિતિમાં સુધારો થવા લાગ્યો.

આજથી ૭૨ વર્ષ પહેલાં આ વિસ્તારની શું સ્થિતિ હતી. જયારે સ્વામીબાપા ભારત સાધુ સમાજના કાર્ય પ્રસંગે દિલ્હી જતા હોય ત્યારે આ વિસ્તારને જોઈને તેમણે નક્કી કર્યું કે, આ જીવોનો ઉદ્ધાર કેમ થાય. કેમ કે ગાયોનું ધણ છૂટું મુકો એટલે લીલા ઘાસ તરફ જાય તેમ જ્યાં પૈસા મળતા હોય ત્યાં બધા જાય; પરંતુ આવા પછાત વિસ્તારને સુધારવા માટે, અહીંના લોકોને સુખી કરવા માટે ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ સંકલ્પ કર્યો. પંચમહાલને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું.

સર્વોપરી, સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત છે કે સમાજને સુધારવા અંધશ્રદ્ધા દૂર કરવી જોઈએ. તે જ રીતે સ્વામીબાપાએ ઝૂંપડે ઝૂંપડે ફરી બધાને સાચું જ્ઞાન આપી, શિક્ષણ આપી, નિર્વ્યસની બનાવી અને ધર્મના માર્ગે વળી અંધશ્રદ્ધામાંથી બહાર કાઢ્યા છે.

ઘોઘંબા અને પાલ્લી ગામો વચ્ચે ઘુસ્કો અને કરાડ એ બે નદીઓ આવેલી છે. તે બંને નદીઓના વચ્ચે આવેલા આંબાવાડિયામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશ ગુરૂપરંપરાના ચતુર્થ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ ૫૦ વર્ષ પહેલાં સૌપ્રથમ પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા- પાલ્લીમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિરનું તારીખ: ૧૫/૦૩/૧૯૭૪માં નિર્માણ કર્યું હતું. ત્યારબાદ ૪૧ વર્ષો સુધી શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે અવિરત વિચરણ કરી સત્સંગ સંસ્કારોનું સિંચન કર્યું.


Related Posts

Load more