સ્વામિનારાયણ પાલ્લી સુવર્ણ પ્રતિષ્ઠા તથા નવનિર્માણ મહોત્સવ અંતર્ગત સદ્‌ભાવ યાત્રા અને વ્યસનમુક્તિ રેલી યોજાઈ..

By: nationgujarat
31 Mar, 2024

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદોધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, સ્વામિનારાયણ પાલ્લી સુવર્ણ પ્રતિષ્ઠા તથા નવનિર્માણ મહોત્સવ અંતર્ગત યોજાયેલ સદ્‌ભાવ યાત્રા, પર્યાવરણ રક્ષણ અને વ્યસનમુક્તિ રેલીમાં ઠઠડેઠઠ માનવ સમુહ કે જેમાં હૈયે હૈયું દળાય એટલો વિશાળ માનવ સમુદાયમાં જોડાયો હતો.

ગરમીના રક્ષણ મળે તે માટે દરેક માનવ સમુદાયને સફેદ રંગની ટોપી આપવામાં આવી હતી.

શોભાયાત્રાનો નજારો કૈલાસ માનસરોવરમાં જેમ હંસ વિહાર કરતો હોય એવું દ્રશ્ય તાદ્રશ્ય થયું હતું.

શોભાયાત્રામાં વિશ્વની સુપ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઈપ બેન્ડે વિશ્વશાંતિની ધૂન્ય રેલાવી હતી.

શોભાયાત્રામાં દેશવિદેશના હજારો હરિભક્તો જોડાયા હતા. આ રેલી ઘોઘંબા પોલીસ સ્ટેશનથી શરૂ થઈ શહેરમાં ફરી શ્રી સ્વામિનારાયણ મંદિર, સ્વામિનારાયણ પાલ્લી ખાતે સભાના રૂપમાં ફેરવાઈ હતી.


Related Posts

Load more