સુર્યાકુમાર યાદવનું પત્તુ વર્લ્ડકપમાંથી કપાઇ શકે છે ?

By: nationgujarat
29 Jul, 2023

ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટે હરાવ્યું હતું. ગુરુવારે (27 જુલાઈ) બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલમાં રમાયેલી મેચમાં, યજમાનોએ ભારતને જીતવા માટે 115 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે તેણે 163 બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો. હવે બંને ટીમો વચ્ચે શ્રેણીની બીજી મેચ 29 જુલાઈ (શનિવાર)ના રોજ બ્રિજટાઉનમાં રમાશે.

ટૂંકા રનચેઝ દરમિયાન ભારતીય ટીમે સૂર્યકુમાર યાદવને ત્રીજા નંબરે બેટિંગ કરવા મોકલ્યો હતો. જોકે, સૂર્યા કંઈ ખાસ કરી શક્યો નહોતો અને માત્ર 19 રન બનાવી શક્યો હતો. આ દરમિયાન સૂર્યાએ 25 બોલનો સામનો કર્યો અને ત્રણ ચોગ્ગા સિવાય એક સિક્સર ફટકારી. સ્પિન બોલર ગુડાકેશ મોતીના બોલ પર સ્વીપ શોટ મારતા સૂર્યકુમાર યાદવને LBW થયો હતો.

જો જોવામાં આવે તો 32 વર્ષીય સૂર્યકુમાર યાદવ ભારત માટે વનડેમાં સતત ફ્લોપ રહ્યો છે. સૂર્યાએ અત્યાર સુધી 24 વનડેની 22 ઇનિંગ્સમાં 23.78ની એવરેજથી 452 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી બે અડધી સદી નીકળી હતી. છેલ્લી 16 ઇનિંગ્સમાં સૂર્યા એક પણ અડધી સદી ફટકારી શક્યો ન હતો અને આ દરમિયાન તે માત્ર સાત વખત દસનો આંકડો સ્પર્શી શક્યો હતો.

સૂર્યકુમાર યાદવે 18 જુલાઈ 2021ના રોજ કોલંબોમાં શ્રીલંકા સામે તેની ODI આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તે મેચમાં તેણે અણનમ 31 રન બનાવીને ઘણો પ્રભાવિત કર્યો હતો. ત્યારબાદ પોતાની બીજી વનડેમાં પણ સૂર્યાએ અડધી સદી ફટકારી હતી. પછી એવું લાગતું હતું કે સૂર્યા મિડલ ઓર્ડરમાં મજબૂત ખેલાડી તરીકે ઉભરી આવશે, પરંતુ 9 ફેબ્રુઆરી 2022ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે 64 રનની ઈનિંગ રમ્યા બાદ તેણે પોતાની ગતિ ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી ODI શ્રેણીમાં, સૂર્યા ત્રણેય મેચોમાં પ્રથમ બોલ (ગોલ્ડન ડક) પર ચાલ્યો હતો.

ઈજાગ્રસ્ત બેટ્સમેન શ્રેયસ ઐયરની ગેરહાજરીમાં, સૂર્યકુમારને વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે શ્રેણીમાં મોટો સ્કોર કરીને ODI વર્લ્ડ કપ 2023 માટે પોતાનો દાવો દાખવવાની તક મળી હતી, પરંતુ સૂર્યાએ જે રીતે પ્રથમ ODIમાં પ્રદર્શન કર્યું છે, તેનાથી ODI વર્લ્ડમાં તેની બાદબાકી લગભભ નક્કી છે.. શ્રેયસ અય્યરનું વર્લ્ડ કપ માટે ફિટ હોવું નિશ્ચિત છે, તેથી તેને ચોથા સ્થાને તક મળી શકે છે.

સૂર્યકુમાર યાદવ ODI ક્રિકેટમાં સારો દેખાવ કરી રહ્યો નથી, તેથી તેની જગ્યાએ અન્ય કોઈ ખેલાડીને તક મળવી જોઈએ. સંજુ સેમસનને પણ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં બેટ્સમેન તરીકે સ્થાન આપવામાં આવી શકે છે. સંજુ સેમસને અત્યાર સુધી ભારત માટે 11 વનડેમાં 66ની પ્રભાવશાળી સરેરાશ સાથે 330 રન બનાવ્યા છે, જેમાં બે અડધી સદી છે. વન-ડે ઈન્ટરનેશનલમાં સંજુ સેમસનનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 85 રન છે.


Related Posts