Virat Kohli માટે સુરના વેપારીએ બનાવ્યું રિયલ ડાયમંડનું બેટ,લાખોની છે કિંમત

By: nationgujarat
17 Aug, 2023

ભારતમાં ક્રિકેટની દીવાનગી આસમાને છે. લોકો ક્રિકેટને ધર્મ માને છે અને ક્રિકેટરને ભગવાનનું બિરુદ આપે છે. ક્રિકેટ રસિકો પોતાની ક્રિકેટ પત્યેની દીવાનગી અલગ અલગ રીતે વ્યક્ત કરતા આવ્યા છે. ત્યારે સુરતના એક ક્રિકેટ રસિકે તો પોતાનો ક્રિકેટ પ્રેમ દર્શાવવા રિયલ ડાયમંડનું બેટ જ તૈયાર કરાવડાવી દીધુ છે.

આ હીરો સિંગલ પીસ અને કુદરતી છે
સુરતની એક કંપનીએ આ બેટ 1.04 કેરેટના રિયલ ડાયમંડમાંથી તૈયાર કર્યું છે. આ રિયલ ડાયમંડના બેટની સાઇઝ 11 મિમિ બાય 5 મિમિ છે. રિયલ ડાયમંડને બેટનું સ્વરૂપ આપનાર કંપનીના ડિરેક્ટર ઉત્પલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, આ હીરો સિંગલ પીસ છે અને કુદરતી છે. તેને ક્રિકેટ બેટનો આકાર આપવામાં આવ્યો છે. 1.04 કેરેટ કુદરતી હીરાને બેટ તરીકે કટિંગ અને પોલિશ કરવામાં આવ્યો છે. આ હીરાના બેટને દરેક ખૂણાએથી પોલિશ કરવામાં આવ્યું છે. આ રિયલ ડાયમંડ છે એ સ્પષ્ટ થાય તે માટે તેનાં વ્યૂહાત્મક ક્ષેત્રોને જાણી જોઈને હીરાના સ્કીન જાળવી રાખ્યા છે.

બેટ બનાવવા માટે એક મહિનાનો સમય લાગ્યો
આ બેટ સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ દ્વારા તૈયાર કરાવવામાં આવ્યું છે. રિયલ ડાયમંડથી બેટ બનાવવા માટે અગાઉ એક કેરેટ નેટ બનાવવાની હતી. જોકે તે શક્ય નહીં રહેતા ટેક્નિકલ કારણસર 1.04 કેરેટનું આ બેટ તૈયાર કરવામાં આવ્યું છે. એક મહિનાની મહેનત બાદ આ રિયલ ડાયમંડને બેટના રૂપમાં તૈયાર કરવામાં આવ્યું છે.

બેટ બનાવવા પાછળ બે ઉદ્દેશ
સુરતના ક્રિકેટ ચાહકના રિયલ ડાયમંડનું બેટ બનાવવા પાછળ બે ઉદ્દેશ છે. એક તો ઉદ્યોગપતિ આ રિયલ ડાયમંડના બેટ થકી પોતાનો ક્રિકેટપ્રેમ પોતાના પ્રિય ક્રિકેટર વિરાટ કોહલીને બતાવવા માગે છે અને તેણે આ અમૂલ્ય ભેટ આપવા માગે છે. તો બીજી તરફ હાલ જે રીતે લેબગ્રોન ડાયમંડની કિંમત ઘટી છે અને રિયલ ડાયમંડની કિંમતમાં વધારો થયો છે. તેને કારણે રિયલ ડાયમંડની ગુણવત્તા, તેની કિંમત અને અન્ય વસ્તુઓ અંગે લોકોને માહિતી આપવાનો ઉદ્દેશ છે.

Related Posts