વન નેશન વન ઇલેકશન પર મોદી સરકારે બનાવી સમિતિ

By: nationgujarat
01 Sep, 2023

મોદી સરકાર એક દેશ, એક ચૂંટણીને લઈને ગંભીરતાથી વિચારી રહી છે. એટલું જ નહીં, સરકારે તેની શક્યતાઓ પર વિચાર કરવા માટે એક સમિતિની રચના કરી છે, જેના અધ્યક્ષ તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે. આ અંગે ટૂંક સમયમાં નોટિફિકેશન જારી કરવામાં આવી શકે છે. હકીકતમાં, કેન્દ્ર સરકારે 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર પણ બોલાવ્યું છે, જેનો એજન્ડા હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ એવી અટકળો છે કે કદાચ એક દેશ, એક ચૂંટણી માટે જ વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જો કે હજુ સુધી સરકાર દ્વારા આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

સંસદીય બાબતોના મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે જી-20 દેશોની બેઠક બાદ જ વિશેષ સત્રનો એજન્ડા નક્કી કરવામાં આવશે. પરંતુ હવે સમિતિની રચના બાદ એવી અટકળોએ જોર પકડ્યું છે કે વિશેષ સત્ર માત્ર ‘એક દેશ એક ચૂંટણી’ પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવ્યું છે. પરંતુ એક સવાલ એ પણ છે કે શું ‘એક દેશ એક ચૂંટણી’ પર બનેલી સમિતિ 15 દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે, જેથી સંસદમાં તેની ચર્ચા થઈ શકે. આવી સ્થિતિમાં સંસદના વિશેષ સત્રને લઈને અટકળો ચાલી રહી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં પીએમ નરેન્દ્ર મોદીએ ઘણી વખત લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવાનું સૂચન કર્યું છે. આ સંબંધમાં હવે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે, જે એકસાથે ચૂંટણી પર વિચાર કરશે. વાસ્તવમાં આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર સુધીમાં 5 રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. એવી અટકળો પણ થઈ રહી છે કે જો વન નેશન, વન ઈલેક્શન મંજૂર થઈ જાય તો આ ચૂંટણીઓ પણ મોકૂફ થઈ શકે છે અને કદાચ આ પણ લોકસભા ચૂંટણી સાથે થઈ શકે છે. એવી પણ ચર્ચા છે કે આ વખતે લોકસભાની ચૂંટણી થોડા મહિના પહેલા યોજાઈ શકે છે.


Related Posts