Asia Cup IND vs PAK Match: એશિયા 2025ના સુપર ફોર રાઉન્ડમાં રવિવારે 21 મી સપ્ટેમ્બર ના રોજ દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવીને ભવ્ય જીત હાંસલ કરી છે. મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પાકિસ્તાનને બેટિંગ આપી હતી. જ્યારે પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 171 રન બનાવ્યા હતા અને પાકિસ્તાને ભારતને 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારે ભારતે 18.5 ઓવરમાં 4 વિકેટના નુકસાનથી 174 રન બનાવીને એટલે કે 6 વિકેટ થી સતત સાતમી જીત પાકિસ્તાન સામે મેળવી છે. પાકિસ્તાન ક્રિકેટ ટિમ ને ફજેતી રૂપી નાલેશી હાર મળી .
અભિષેક શર્માએ 39 બોલમાં 74 રનોની તોફાની ઈનિંગ રમી હતી. ગિલ ફિફ્ટી ચૂકી ગયો. તે 47 રન બનાવીને આઉટ થયો. પરંતુ બંને વચ્ચે સેન્ચૂરી પાર્ટનરશીપ થઈ. આ મેચમાં પાકિસ્તાનની ટીમના બેટિંગ કરી રહી હતી ત્યારે ભારતીય ટીમની ખરાબ ફિલ્ડિંગ જોવા મળી અને 4 સરળ કેચ ભારતીય ફીલ્ડર્સે છોડ્યા. બુમરહાે 4 ઓવરમાં 45 રન આપ્યા. આ મેચ માટે બુમરાહ અને વરૂણ ચક્રવર્તીની વાપસી થઈ હતી. અર્શદીપ અને હર્ષિત રાણા બહાર થયા હતા. અભિષેકઃ શર્માએ પાકિસ્તાન ની બેટિંગ વખતે એક કેચ ને ઘુમાવી દીધો હતો એનો બદલો એણે પાકિસ્તાન સામે વાવાઝોડા રૂપી તોફાની બેટિંગ કરી ને લઇ લીધો .
તિલક વર્મા નું ભી તોફાન : તિલક વર્મા એ ભી પાછળ થી આવી ને પાકિસ્તાન ના બોલરો ને ધોઈ ને એમની ફજેતી કરી ને ફક્ત 19 બોલ માં 30 રન બનવ્યા હતા જેમાં બે ચોગ્ગા અને 2 છગ્ગા નો સમાવેશ થાય છે. આ પહેલા શુભમન ગિલ અને અભિષેકઃ શર્મા એ ભી પાકિસ્તાની બોલરો ની જોરદાર પીટાઈ કરી હતી
એશિયા કપ 2025ની સુપર ફોરમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી. જ્યારે પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 171 રન બનાવ્યા હતા . પાકિસ્તાને ભારતને 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો . શિવમ દુબેને 2 વિકેટ મળી, જ્યારે બુમરાહ અને ચક્રવર્તીને એકપણ વિકેટ ના મળી.
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ફરી એકવાર ટોસ દરમિયાન પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો. ટોસ જીત્યા પછી, તેમણે કહ્યું, ‘અમે પહેલા બોલિંગ કરીશું. સારી વિકેટ લાગી રહી છે, અને ગઈકાલે ઝાકળ પણ પડી હતી. પહેલા રાઉન્ડથી અમે વિચારી રહ્યા હતા કે અમે નોકઆઉટ ટુર્નામેન્ટ રમી રહ્યા છીએ, હજુ પણ કંઈ બદલાયું નથી. અબુ ધાબીમાં વિકેટ સંપૂર્ણપણે અલગ હતી. આ એક સામાન્ય મેચ જેવી જ છે.’
બીજી બાજુ, પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ કહ્યું, ‘અમે પણ પહેલા બોલિંગ કરી હોત. આ એક નવી મેચ છે, એક નવો પડકાર છે. વાતાવરણ સંપૂર્ણપણે સામાન્ય છે. પિચ ધીમી લાગે છે. હું બેટ અને બોલ બંનેથી સારી શરૂઆત કરવા માગુ છું.’