Gujarat Crime: ગુજરાતમાં દારૂબંધી તો છે, તેમ છતાં છાશવારે રાજ્યમાં દેશી દારૂના અડ્ડા અને દારૂ પીને આતંક મચાવનારા જોવા મળતા રહે છે. હોળીની રાત્રે અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વો દ્વારા તલવારો અને છરી વડે સામાન્ય નાગરિકોને હેરાન કરી આતંક મચાવનારા દ્રશ્યો સામે આવ્યા હતાં. ત્યારબાદ જાણે પોલીસ સફાળી જાગી છે અને અને રાજ્યના તમામ અસામાજિક તત્ત્વોની શાન ઠેકાણે લાવવાનું બીડું ઝડપ્યું છે. રાજ્યની પોલીસે 100 કલાકની અંદર તમામ અસામાજિક તત્ત્વોની શોધી કાઢવાનું નક્કી કર્યું હતું. પરંતુ, પોલીસ પોતાની જાહેર કરેલી ડેડલાઈન પણ જાળવી નથી શકી. 100 કલાક ઉપર બીજા 48 કલાક વીતી ગયા બાદમાં SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ) દ્વારા આવા 15 બુટલેગરોની ગેરકાયદે મિલકત અને બાંધકામ અંગેની યાદી જાહેર કરી છે અને ટૂંક સમયમાં ત્યાં બુલડોઝરની કાર્યવાહી પણ શરૂ થઈ જશે. SMC દ્વારા ગુજરાતના 15 એવા જાણીતા ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાંથી 6 બુટલેગરો અમદાવાદના છે અને ત્રણ તો ગૃહરાજ્ય મંત્રીના જ શહેર સુરતમાંથી સામે આવ્યા છે. યાદીમાં સમાવિષ્ટ લોકોએ જુગાર, દારૂ, કેમિકલ ચોરી સહિતના ગુનાઓમાં કરોડો ભેગા કમાણી કરી પોતાની મિલકત ભેગી કરી છે. જેમાં અમદાવાદના મનપસંદ ક્લબ, સરદાર નગરનો સાવર, ક્રિકેટ સટ્ટાનો માસ્ટરમાઈન્ડ ટોમી ઊંઝા જેનો બંગલો સિંધુભવન રોડ પર હોવાનું સામે આવ્યું છે. પોલીસની યાદી અનુસાર, આ લોકોમાંથી કોઈએ સરકારી જમીન પર દબાણ કર્યું છે તો કોઈએ દુકાનો બનાવીને પોતાનો બીજો ધંધો સેટ કર્યો હતો.
1100 જેટલા આરોપીઓની યાદી પણ તૈયાર
નોંધનીય છે કે, આ પહેલાં પણ પોલીસે સમગ્ર અમદાવાદમાં સક્રિય હોય તેવી 10 જેટલી ગેંગની યાદી તૈયાર કરી છે. જેમાં ઘાટલોડિયા, વાડજ, ખોખરા, અમરાઇવાડી, જુહાપુરા, નારોલ, વટવા સહિતના વિસ્તારોમાં સક્રિય હોય તેવી ગેંગનો સમાવેશ થાય છે. જેમાં વેપારીઓ પાસે ખંડણી માંગવી, ડ્રગ્સના નેટવર્ક ચલાવવા, જમીન સહિતની મિલકતો હડપ કરવી, લૂંટ કરવાના ગુનામાં સંડોવાયેલી ગેંગનો સમાવેશ થાય છે. ઉપરોક્ત વિવિધ ગેંગ વિરૂદ્ધ શહેરના અનેક પોલીસ સ્ટેશન ઉપરાંત, રાજ્યના અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ ગુના નોંધાયેલા છે. ત્યારે ગુનાની ગંભીરતાને આધારે પોલીસ દ્વારા કેટલાંક તત્ત્વો વિરૂદ્ધ ગુજસીટોકના ગુના પણ નોંધાઈ શકે છે. અમદાવાદ પોલીસે માથાભારે ગેંગ ઉપરાંત, બે કે તેથી વઘુ ગુના નોંધાયા હોય તેવા 1100 જેટલા આરોપીઓની યાદી પણ તૈયાર કરી છે. આ યાદીને રાજ્ય પોલીસ વડાને મોકલીને ગુનાની ગંભીરતાને આધારે કાર્યવાહી કરવાની ગાઇડલાઇન નક્કી કરાશે.
તંત્ર પર ઊભા થયા સવાલ