કેદારનાથના દર્શન કરવા બદલ સારા અલી ખાન વિરુદ્ધ ફતવો જાહેર

By: Nation Gujarat Team
30 Oct, 2026

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન વિરુદ્ધ ફતવો જાહેર કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના બરેલીના મૌલાના શહાબુદ્દીન રઝવીએ કહ્યું કે, ‘ઇસ્લામ અને શરીયત મુજબ કોઈ મુસ્લિમનું મંદિરમાં પૂજા-પાઠ કરવું અનૈતિક અને હરામ છે. તેમણે અલ્લાહ પાસે માફી માંગવી જોઈએ.’

સારા અલી ખાન 25 ઑક્ટોબરે કેદારનાથ ધામ ગઈ હતી. ત્યાં તેણે દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. 2017માં સારા અલી ખાન પોતાની ફિલ્મ ‘કેદારનાથ’ના શૂટિંગ દરમિયાન લગભગ 2 મહિના સુધી ત્યાં રહી હતી. અત્યાર સુધીમાં તે લગભગ 5 વખત કેદારનાથ અને ભગવાન તુંગનાથના મંદિરમાં પૂજા કરી ચૂકી છે.

ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવીએ એક્ટ્રેસ સારા અલી ખાનના કેદારનાથ મંદિરમાં પૂજા-પાઠ કરવા અંગે પોતાનો મત વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે, ઘણા મુસ્લિમ યુવાનોએ તેમને પ્રશ્ન કર્યો હતો કે, ‘શું શરીઅત-એ-ઈસ્લામિયા તેની મંજૂરી આપે છે?’ આના જવાબમાં તેમણે પોતાનો પક્ષ રજૂ કર્યો.

મૌલાનાએ કહ્યું, ‘હું સ્પષ્ટ કરી દેવા માગું છું કે શરીઅત-એ-ઈસ્લામિયા પોતાના અનુયાયીઓને શિર્ક કરવાની મંજૂરી આપતી નથી. એટલે કે અન્ય ધર્મની ધાર્મિક પરંપરાઓ અપનાવવાની અથવા મંદિરમાં પૂજા-પાઠ કરવાની મંજૂરી કોઈ પણ મુસ્લિમને, તે પુરુષ હોય કે મહિલા, નથી.’

તેમણે કહ્યું કે, ‘સારા અલી ખાન ભારતની જાણીતી એક્ટ્રેસ છે. તેમણે કેદારનાથ મંદિરમાં જઈને પૂજા-પાઠ અને દર્શન કર્યા તથા લગભગ અડધો કલાક સુધી કતારમાં ઊભી રહી. શરીઅતની દૃષ્ટિએ તેમનાં આ કૃત્યો નાજાયઝ (અનૈતિક) અને હરામ છે.’ તેમણે સારાને શરીઅતની નજરે ગુનેગાર પણ ગણાવી.

મૌલાનાએ કહ્યું કે, ‘સારા અલી ખાને તૌબા (પશ્ચાતાપ) કરીને ખુદાની બારગાહમાં માફી માંગવી જોઈએ.’ તેમના અનુસાર, ‘આવું ન કરવાથી તેઓ શરીયતની નજરે મોટા ગુનાની દોષિત ગણાશે

મૌલાના શહાબુદ્દીન રઝવીએ સ્પષ્ટ કર્યું કે, ‘આ તેમનો વ્યક્તિગત ધાર્મિક મત અને નિવેદન છે. તેને તમામ મુસ્લિમ ધર્મગુરુઓ અથવા સમગ્ર ઇસ્લામિક સમુદાયનો સર્વસંમતિનો મત માનવો જોઈએ નહીં.’

સારા અલી ખાન 3 દિવસ કેદારનાથમાં રહી, કહ્યું- ‘બાબાનું ધામ મારું ઘર’

સારા અલી ખાન 25થી 27 ઓક્ટોબર સુધી ઉત્તરાખંડમાં રહી. તે હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ ધામ પહોંચી હતી. અહીં તે સાદા કપડાં અને ટોપીમાં જોવા મળી હતી, જેના કારણે ઘણા લોકો તેને ઓળખી શક્યા નહોતા.

જે લોકો સારાને ઓળખી શક્યા, તેમણે તેમની સાથે ફોટો પણ પડાવ્યા. સારા પ્રથમ દિવસથી જ સવારે અને સાંજની આરતીમાં સામેલ થઈ રહી હતી. ત્યારબાદ તે મિત્રો સાથે આસપાસ ફરવા નીકળી જતી હતી.

સારાએ સ્થાનિક લોકોને મળીને તેમના જીવન વિશે પૂછ્યું. આ દરમિયાન તેમણે કેદારઘાટીમાં 6થી 7 નવા મિત્રો પણ બનાવ્યા. તેમની પાસેથી આસપાસના ટ્રેકિંગ સ્થળો વિશે માહિતી મેળવી.

સારા મંગળવારે મોડી સાંજે હેલિકોપ્ટર દ્વારા દેહરાદૂન પહોંચી અને અહીંથી મુંબઈ માટે રવાના થઈ ગઈ.

કેદારનાથમાં લોકો સાથે ચા પણ પીધી

કેદારનાથમાં ઘણા મહિનાઓથી રોકાયેલા અંકિત બાજપેયીને સારાએ જણાવ્યું કે, ‘કેદારનાથ મારા ઘર જેવું છે. 2017થી હું દર વર્ષે પ્રયાસ કરું છું કે ધામમાં આવીને બાબાનાં દર્શન કરી શકું.’

તેણે અંકિત બાજપાઈ સાથે ઘણી રીલ પણ બનાવી. સારાએ પોતાના ફોનથી કેદારનાથ ધામના ફોટો પણ પાડ્યા છે. રાત્રિના સમયે સારાએ લોકો સાથે મળીને ચા પણ પીધી.

એક્ટ્રેસ તૃતીય કેદાર શ્રી તુંગનાથ મંદિરની પણ મુલાકાત લઈ શકે છે. ગયા વર્ષે પણ 22 ઓક્ટોબરે સારાએ કેદારનાથ અને તુંગનાથ ધામનાં દર્શન કર્યાં હતાં અને સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યાં હતાં.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score