દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેની T20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. હવે શ્રેણીની બીજી મેચ 12મી ડિસેમ્બરે સેન્ટ જ્યોર્જ પાર્ક, ગ્કેબરહા ખાતે રમાશે. પ્રથમ મેચમાં સતત વરસાદના કારણે ટોસ થઈ શક્યો ન હતો. ૉ, હવે આ માત્ર બે મેચની શ્રેણી છે. ભારતીય ટીમ સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં હશે જ્યારે દક્ષિણ આફ્રિકાના સુકાની એડન માર્કરામ છે.
બીજી T20ની પિચ રિપોર્ટ
સેન્ટ જ્યોર્જ પાર્કની પીચ હંમેશા બેટિંગ માટે મુશ્કેલ માનવામાં આવે છે. અહીં અત્યાર સુધીમાં ત્રણ ટી-20 મેચ રમાઈ ચૂકી છે. તમામમાં પેસ બોલરોનો દબદબો રહ્યો છે. આ મેદાન પર પીછો કરવો પણ સરળ નથી. છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ અહીં 2020માં રમાઈ હતી. તેમાં દક્ષિણ આફ્રિકાએ 158 રન બનાવ્યા બાદ પણ ઓસ્ટ્રેલિયાને 12 રને હરાવ્યું હતું. ભારતે 2018માં અહીં એક ODI મેચ રમી હતી. 274 રન બનાવ્યા બાદ પણ ટીમનો 73 રનથી વિજય થયો હતો.
શ્રેણીની પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. બીજી મેચમાં પણ વરસાદની સંભાવના છે. મંગળવારે ગકેબરહામાં વરસાદની સંભાવના લગભગ 70 ટકા છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 20 ડિગ્રી રહેવાની ધારણા છે. સાંજે તે 17 ડિગ્રીની આસપાસ આવી શકે છે.