રાજકોટનું હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ 10 સપ્ટેમ્બરથી થશે શરૂ

By: nationgujarat
08 Aug, 2023

તાજેતરમાં લોકોર્પણ કરવામાં આવેલું હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ 10 સપ્ટેમ્બરથી શરુ કરવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી દ્રારા જાહેર કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આજે 8 સપ્ટેમ્બરે આખરી ઉડાન રાજકોટના એરપોર્ટ પરથી ભરાશે.જ્યારે 9 સપ્ટેમ્બરેનું ફલાઇ ઓપરેશન જાહેર કરવામાં આવ્યુ છે. તેમજ આવતીકાલે કોઈ પણ ફ્લાઈટ ઉડાન ભરશે નહી. મળતી માહિતી એરપોર્ટ ઓથોરિટી 9 સપ્ટેમ્બરે શિફ્ટીંગ કરવામાં આવશે. 10 સપ્ટેમ્બરથી તમામ ફલાઇટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હીરાસર એરપોર્ટનું કર્યુ લોકાર્પણ

હીરાસર એરપોર્ટનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યુ છે. રાજકોટ એરપોર્ટ પર CM ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સહિતના પ્રધાનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ. જે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યુ હતુ. નાગરિક ઉડ્યન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia) પણ આ પ્રસંગે હાજર રહ્યા.  તેમની સાથે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા.

શું છે હિરાસર એરપોર્ટની વિશેષતા ?

વડાપ્રધાન મોદી જે હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કર્યુ હતુ. તે રૂ. 1400 કરોડના ખર્ચે તૈયાર થયું હતુ. 2500 એકરમાં હિરાસર એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ. હિરાસર એરપોર્ટના વિકાસ માટે 1500 એકર જમીન આપવામાં આવી હતી. જે પછી એરપોર્ટમાં 250 એકર ગ્રીન ઝોન, 524 એકર જમીન મુસાફરોની સુવિધા માટે વિકસાવાઇ હતી. કુલ 250 એકર જમીનમાં એરપોર્ટનું એવિએશન પાર્ક તૈયાર કરવામાં આવ્યુ હતુ.


Related Posts