રાજકોટ : પોતાની જાતને ભગવાનનો દસમો અવતાર માનતા રમેશ ફેફરે કરી આત્મહત્યા

By: nationgujarat
23 Sep, 2025

Rajkot News : રાજકોટથી મોટી ખબર આવી છે. પોતાની જાતને ભગવાનનો દસમો અવતાર માનતા રમેશ ફેફરે આત્મહત્યા કરી છે. એકલતાને લીધે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અગાઉ અનેક વખત વિવાદમાં આવેલ રમેશ ફેફરે કરી પોતાના જ ઘરમાં આત્મહત્યા કરીને મોત વ્હાલુ કર્યું છે. અગાઉ મીડિયા સમક્ષ પોતે જ ભગવાનનો અવતાર હોવાની વાત કરી હતી.

પોતાને કલ્કિ અવતાર કહેતા 
રાજકોટના કાલાવડ રોડ પર રહેતા રમેશચંદ્ર ફેફર ફરી અનેક વખત વિવાદમાં આવ્યા છે. પોતે ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કિ અવતાર હોવાનો દાવો કરનાર આ વ્યક્તિ રાજ્ય સરકારના કલાસ 1 અધિકારી રહી ચૂક્યા છે. સરકારે 16 લાખ રૂપિયા પગાર અને 16 લાખ રૂપિયા ગ્રેજ્યુટી ન ચૂકવતા જળસંપતિ વિભાગના સચિવને પત્ર પણ લખ્યો હતો. જેમાં પણ તેને પોતે કલ્કિ અવતાર હોવાનો દાવો કર્યો હતો.

 

કોરોનાને પોતાનું સુદર્શન ચક્ર ગણાવ્યું
રમેશચંદ્ર ફેફરે (Rameshchandra Fefar) કહ્યું હતું કે, “કોરોના એ પોતાનું જ સુદર્શન છે. જે વિશ્વના 7.5 કરોડ અબજ રક્ષણ સ્વરૂપના મનુષ્યોનો વિનાશ કરશે. જે લોકો સિતારામના જાપ કરશે તે જ બચી શકશે. એટલું જ નહીં પરાશક્તિનો ઉપયોગ કરતો હોવાથી વિજ્ઞાન પણ કાંઈ કરી શકશે નહીં” તેવો દાવો કર્યો હતો. વરસાદને લઈને રમેશચંદ્ર ફેફરે કહ્યું હતું કે,”આ વર્ષે ભયંકર દુષ્કાળ પાડવાનો છે. જેથી ખેડૂતો અત્યાર થી જ ભગવાનના જપ કરવા માંડે.

વિવાદિત નિવેદન માટે પ્રખ્યાત હતા 
રમેશ ફેફરે અનેકવાર વિવાદિત નિવેદન કર્યા છે. તેણે બ્રાહ્મણોના આરાધ્ય દેવ પરશુરામ ભગવાનની સરખામણી રાક્ષસ સાથે કરી અને બ્રાહ્મણોનો નાશ થશે તેવી ભવિષ્યવાણી કરી નાંખી હતી. ચંદ્રયાન-3ના લેન્ડિંગને પણ સરકારનું પબ્લિસિટી સ્ટંટ ગણાવી દીધો. જે ક્ષણ દેશવાસીઓ માટે ગૌરવ સમાન હતી તે ક્ષણને આ તુચ્છ જીવે 615 કરોડ રૂપિયાના ચૂંટણી પ્રચાર ગણાવી દીધો. રમેશ ફેફર અગાઉ પણ વિવાદિત નિવેદન આપી ચૂક્યો છે.


Related Posts

Load more