Gandhinagar: મહાનગરપાલિકા ચૂંટણી માટે ભાજપે 32 ઉમેદવારોના નામ કર્યા જાહેર

By: Nation Gujarat Team
25 Sep, 2026

પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીઓને લઈને રાજકીય વાતાવરણ આકસ્મિક રીતે ગરમાઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ગાંધીનગર મનપા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. મોવડી મંડળની આંતરિક બેઠકો અને મનોમંથન બાદ ભાજપ પ્રદેશ નેતૃત્વ દ્વારા પ્રથમ તબક્કામાં વિવિધ વોર્ડના 32 ઉમેદવારોના નામોની યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે.

ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જાહેર

ભાજપ દ્વારા વોર્ડવાર ઉમેદવારોના નામોની જાહેરાત થતાં જ ગાંધીનગર શહેરના રાજકારણમાં ભારે ચર્ચા અને હલચલ જોવા મળી રહી છે. જે નેતાઓ અને કાર્યકરોના નામ યાદીમાં સ્થાન પામ્યા છે તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. આ યાદીમાં પક્ષ દ્વારા સ્થાનિક સમીકરણો, જ્ઞાતિગત સંતુલન અને અનુભવી તેમજ નવા ચહેરાઓને તક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

ભાજપે 32 ઉમેદવારોની યાદી કરી જાહેર

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ તેમજ અન્ય પક્ષો વચ્ચે ત્રિપાંખિયો કે દ્વિપાંખિયો જંગ ખેલાવાની શક્યતા છે. પક્ષના ઉમેદવારો જાહેર થતાં જ હવે ઉમેદવારી પત્રો ભરવાની અને વોર્ડ સ્તરે ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. ભાજપે પોતાની જીતનો દાવો દોહરાવીને મનપામાં સત્તા ટકાવી રાખવા માટે તમામ વોર્ડમાં રણનીતિ ઘડી કાઢી છે.

વોર્ડ નંબર 1માં ભાજપે શિલ્પાબેન કનુજી ઠાકોર, અંજના બહેન સુરેશભાઈ મહેતા, ગૌરાંગ સુરેશભાઈ પટેલ, મહેશકુમાર નટુભાઈ ચૌધરીને ટિકિટ આપી છે.

વોર્ડ નંબર 3માં ભાજપે મિતલબેન હાર્દિકભાઈ ખિમસુરિયા, સોનાલી ઉરેન પટેલ, અંકિત અશ્વનિ બારોટ, ઉમેશભાઈ રમેશચંદ્ર જહાને ટિકિટ આપવામાં આવી છે.

વોર્ડ નંબર 5માં ભાજપે હેમાબેન મંથનકુમાર ભટ્ટ, ધ્વનિ ધવલ શાહ, કનૈયાલાલ ગાંડાભાઈ  દેસાઈ, કિંજલકુમાર હરેશભાઈ પટેલને ને ટિકિટ આપવામાં આવી છે.

વોર્ડ નંબર 7માં ભાજપે કિંજલબેન દિનેશભાઈ ઠાકોર, સોનલબા ઘનશ્યામસિંહ વાઘેલા, ભાવિક ગુણવંતભાઈ સુતરીયા, શૈલેષકુમાર વિઠ્ઠલભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે.

વોર્ડ નંબર 8માં મનિષાબેન મિતેષકુમાર પ્રજાપતિ, અમિતાબેન કમલેશભાઈ ઉપાધ્યાય, વિષ્ણુજી ગાંડાજી ઠાકોર, મેહુલભાઈ રમણભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે.

વોર્ડ નંબર 9માં શારદાબેન કાળાજી ઠાકોર, વૈદેહી બિપિન રાવલ, જેન્તિભાઈ સદાભાઈ ડાભી, મહેંદ્રભાઈ પ્રહલાદભાઈ પટેલનેને ટિકિટ આપવામાં આવી છે.

વોર્ડ નંબર 10માં તન્વીબેન વિષ્વેષભાઈ પટેલ, વિલાસબા રાજેંદ્રસિંહ વાઘેલા, ધર્મેન્દ્રકુમાર વિષ્ણુકુમાર નાયી, ગૌરાંગ દશરથભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે.

વોર્ડ નંબર 11માં કમુબેન માણેકજી ઠાકોર, સેજલબેન કનુભાઈ પરમાર, જશવંતલાલ અંબાલાલ પટેલ, રવિ દિનેશભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે.


Related Posts

Load more