ભાજપના રાજ્યસભા સાંસદ રાજેશ શુક્લને HCની નોટિસ, ચૂંટણીમાં ખોટા એફિડેવિટનો છે મામલો

By: Nation Gujarat Team
01 Oct, 2026

રાજ્યસભામાં ચૂંટાયેલા ભાજપના સાંસદ રાજેશ શુક્લને ગુજરાત હાઇકોર્ટેમાં નોટિસ ફટકારી છેે. કોંગ્રેસના વિધાનપક્ષના નેતા તુષાર ચૌધરીએ હાઈકોર્ટમાં દાખલ કરેલી પિટીશન પર સુનાવણી કરતા હાઈકોર્ટના જસ્ટિસ એસ. વી. પિન્ટોએ નોટિસ ઈસ્યુ કરી છે.

કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ કરેલી પિટીશનમાં રાજેશ શુક્લના રાજ્યસભામાં ભરેલા ઉમેદવારી ફોર્મમાં કરાયેલા એફિડેવિટ સામે ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. પિટીશનકર્તા તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપના ઉમેદવાર રાજેશ શુક્લએ ઉમેદવારી પત્ર સાથે રજૂ કરેલી એફિડેવિટમાં પોતાની સામે કોઈ ફોજદારી કેસ પડતર ન હોવાનું જણાવ્યું હતું. જોકે, પિટીશનમાં દાવો કરવામાં આવ્યો છે કે હકીકતમાં તેમની સામે ઇન્ડિયન પીનલ કોડની કલમ 406, 420, 465, 467, 468 અને 471 હેઠળ કેસ નોંધાયેલો છે.


Related Posts

Load more