જેથી અભયમની ટીમે સમજાવટના અંતે પરિણીતાને તેમના સ્વખર્ચ માટે નોકરી કરવા સલાહ આપી હતી. જેથી પરિણીતાએ નોકરી કરવાનું શરૂ કર્યું હતું. આમ આ પરિવારમાં આર્થિક આવક પણ શરૂ થઈ હતી. પરિણીતાને પોતાના ખર્ચ માટે આર્થિક મદદ પણ મળવા માંડી હતી. આમ અભયમ 181ની ટીમે બંને પક્ષને સમજાવેલ છે કે, લગ્ન બાદ પત્નીની તમામ જવાબદારી પતિની હોય છે. પત્નીનું તેની સાસરીમાં માન-સન્માન જળવાઈ રહે તેની જવાબદારી પણ તેના પતિની હોય છે. સાસરીમાં પરિણિતાને ઘરના એક્ સભ્ય ગણવામાં આવે છે. આને પરિણીતાનું માન સન્માન વધે તેની તમામ જવાબદારી તેના પતિની હોય છે. આમ અભયમ 181ની ટીમના સફળતાપૂર્વક પ્રયત્નોના કારણે દંપતીના દાંપત્યજીવનમાં પુનઃ સંસારી સુખ શરૂ થયું હતું. આમ પતિ પત્ની વચ્ચે નજીવી બાબતે અબોલાથી કોઈ સમસ્યાનું સમાધાન નથી. દંપત્તિ વચ્ચે કાયમી ધોરણે એક બીજા પ્રત્યેની ફરજ અભયમ 181ની ટીમે સમજાવીને દંપત્તિ વચ્ચેની 3 વર્ષની નારાજગી દૂર કરી અને ફરીથી બંનેનું લગ્નજીવન પાટે ચડાવી એકબીજા સાથે વાતચીત કરાવીને અબોલા દૂર કરાવવાની મહેનતમાં 181 અભયમ મહિલા હેલ્પ લાઈનને સફળતા મળી હતી.