Post Officeની નવી સેવા – એરપોર્ટ પર વધુ સામાન થઇ જાય તો પોસ્ટ ઓફિસમાં કરજો કોલ

By: nationgujarat
10 Oct, 2023

ભારતીય પોસ્ટ એક સમયની મજબૂત સંદેશા આપ લે વ્યવસ્થા હતી પોસ્ટમેનને જોઇ લોકો ખૂશ થતા કે કોઇ સંદેશો અમારા પરિવારજન કે મિત્રોનો આવ્યો લાગે છે અને એ પોસ્ટકાર્ડ કે કાગળ વાંચવાની મજા પણ એક અલગ હતી તેને સાચવી પણ રાખતા લોકો પણ હવે આઝને ટેક્નીકલ યુગમાં પોસ્ટઓફિકસની કામગીરી ભુલાઇ જ ગઇ છે પહેલાની જેમ હવે લાલ કે પીળા કલરના પોસ્ટ બોક્સ ક્યાય જોવા મળતા નથી હવે તો સિધો મેસેજ કે વિડિયો કોલ થાય છે .

બદલાતા સમયમાં પોસ્ટ ઓફિસ પણ હવે અદ્યતન કામગીરી કરવા લાગી છે હવે પોસ્ટ ઓફિસ નવી સુવીધાઓથી સજ્જ છે અને આંગણીના ટેરવેથી મદદ લઇ શકાય છે. અરોપોર્ટ કોઇ વ્યકિત નીયત કરેલા વજન કરતા વધુ વજનનો સામાન લઇ જાય તો તેને વઘારાનો સામાન કાંતો કાઠી નાખંવો પડે કાં તો વઘારે ભાડુ ચુકવવું પડતું હવે પોસ્ટ વિભાગની નવી સેવાથી આ માથાકુટમાંથી મુક્તિ મળશે. વઘારાનો સામાન હોય તો  પોસ્ટ ઓફિસમાં કોલ કરી પોસ્ટ કર્મચારી વઘારાનો સમાના કલેકટ કરી કુરિયર કરી તમારા ઘરે પહોંચાડી દેશે.

આ સુવિઘાનો લાભ મળે તે માટે અમદાવાદ એરપોર્ટ પર જ એરોપોર્ટ મેઇલ ટ્રાન્સમિશન ઓફિસ કાર્.યરત થઇ રહી છે. આગામી દિવસમાં દેશભરમાં નવી 5 હજાર નવી ઓફિસ કાર્યરત થઇ રહી છે અને 43 ગુજરાતમાં શરૂ થશે. ગુજરાતમાં દર પાંચ કિમીની ત્રીજીયામાં પોસ્ટ ઓફિસનો લાભ મળી શકશે. વિશ્વનો પોસ્ટના તાંતણે બાંધવા 9 ઓક્ટોબર 1874 ના રોજ યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની સ્થાપના કરવામાં આવી હતી.હાલ ભારતમાં 1.59 લાખ પોસ્ટ ઓફિસ કાર્યરત છે.

પાર્સલ હેલ્પલાઇન નંબર 85117-60606 પર વોટસ અપ સુવિઘા શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં 3 વર્ષમાં 50 નવી પોસ્ટલ ઇમારોત બનાવવામાં આવી છે.


Related Posts

Load more